Site icon

સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા, બિગ બી ની દૌહિત્રી ની હિન્દી માં સ્પીચ સાંભળી લોકો થયા ઈમ્પ્રેસ, જુઓ વિડીયો

શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા બોલિવૂડથી દૂર હોવા છતાં લાઇમલાઇટમાં છે. તેના એક વીડિયો ના સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. લોકોએ તેની હિન્દીને પસંદ કરી છે અને તેના મગજના વખાણ પણ થઈ રહ્યા છે.

navya naveli nanda impressed social media users with hindi

સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ નવ્યા નવેલી નંદા, બિગ બી ની દૌહિત્રી ની હિન્દી માં સ્પીચ સાંભળી લોકો થયા ઈમ્પ્રેસ, જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા લોકોમાં લોકપ્રિય છે. નવ્યાનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાવાનો કોઈ ઈરાદો નથી. બલ્કે તે કંઈક એવું કામ કરતી રહે છે જેનો સંબંધ મહિલાઓના કલ્યાણ સાથે હોય. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. આમાં લોકો નવ્યાની હિન્દીથી ખૂબ જ પ્રભાવિત દેખાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

 

 નવ્યા નવેલી નંદા ની હિન્દી એ ચાહકોના દિલ જીતી લીધા

નવ્યા નવેલી નંદા આરા હેલ્થની કો-ફાઉન્ડર છે. તે મહિલા કેન્દ્રિત ટેક કંપની છે. આ વીડિયો ફિર ઝિદ્દી હી સાહીના એપિસોડનો છે જેમાં નવ્યા વીડિયો આપી રહી છે, નવ્યાએ કહ્યું, “તો એક વાત હું વારંવાર સાંભળું છું કે ‘તમે ઘણા નાના છો, તમને અનુભવ નથી’. ‘અરે, તમે 25 વર્ષના છો તમને જીવન વિશે શું  અનુભવ છે? તો તમે કેવી રીતે કામ કરો છો?’ આરોગ્ય સંભાળ, કાનૂની જાગૃતિ, ઘરેલું હિંસા વગેરે.વગેરે..’તેણીએ આગળ કહ્યું, “મને હંમેશા લાગે છે કે અરે જો હું કંઈક કરવા માટે 80 વર્ષ સુધી રોકાઈ જઈશ, તો વિશ્વનું શું થશે, આ દેશમાં આપણામાંથી ઓછામાં ઓછા 80 ટકા લોકો 20 થી 30 ની ઉંમર ના છે. જો આપણે પણ પચાસ વર્ષ થયા પછી રાહ જોતા રહીએ તો આ પેઢીનું શું થશે?પરિવર્તન કોણ લાવશે?આજે મને લાગે છે કે આ નવી પેઢી,બાળકો,આટલી નાની ઉંમરમાં આટલું જ્ઞાન ધરાવે છે તો તેને આપણે અંડર એસ્ટિમેટ ના કરવું જોઈએ ,કારણ કે આપણે આજે ખૂબ જ સક્ષમ છીએ. મને લાગે છે કે આપણે સ્માર્ટ છીએ અને આપણી પાસે જ્ઞાન છે અને તેને ઓછું આંકવું જોઈએ નહીં..

 નવ્યાના વીડિયો પર ફેન્સ થયા ઈમ્પ્રેસ કરી આવી કમેન્ટ્સ 

નવ્યા ના વિડિયો પર એક યુઝરે ટિપ્પણી કરી, “બોલિવૂડમાંથી વાસ્તવિક જ્ઞાન ધરાવતું કોઈક” અન્ય એક યુઝરે લખ્યું કે, “ઓન્લી સ્ટાર કિડ વિથ બ્રેન.” એક વ્યક્તિએ એમ પણ લખ્યું કે, ‘અમને તમારા જેવા વધુ લોકોની જરૂર છે…’ અન્ય યુઝરે નવ્યાની હિન્દીની પ્રશંસા કરી અને લખ્યું, “નવ્યાની હિન્દી ખરેખર અદ્ભુત છે… સારું કામ કરતા રહો પ્રિય… હું તે માતાપિતાને સમજી શકતો જેઓ કમ સે કમ તેમના બાળકો ને માતૃભાષા પણ નથી શીખવી શકતા.” જણાવી દઈએ કે નવ્યા પીઢ કલાકારો જયા અને અમિતાભ બચ્ચનની દૌહિત્રી અને શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી છે. તેનો નાનો ભાઈ અગસ્ત્ય નંદા ટૂંક સમયમાં જ ઝોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. નવ્યા ભલે ફિલ્મોમાં કામ કરવા માંગતી નથી, પરંતુ તે બિઝનેસ વુમન બનવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો: ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું અક્ષય કુમાર સાથે લગ્ન કરવાનું કારણ,અભિનેત્રીને પસંદ આવી હતી ‘ખિલાડી કુમાર’ની આ આદત

Disha Patni: દિશા પટણીના પિતાએ કેવી રીતે બચાવ્યો જીવ? સંભળાવી ઘર પર થયેલી ફાયરિંગની નજરે જોયેલી ઘટના
Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત
Farah Khan Cook: ફરાહ ખાનના કુક દિલીપની કમાણીમાં થયો મોટો ફેરફાર, પહેલા કમાતા હતા માત્ર આટલા રૂપિયા
Naagin 7: શું નાગિન 7 માટે ફાઈનલ થઈ ગઈ નવી નાગિન? એકતા કપૂરની પસંદ બની બિગ બોસ ફેમ આ અભિનેત્રી
Exit mobile version