Site icon

બોલિવૂડ ના આ અભિનેતા એ મુંબઈમાં વિન્ટેજ લુકમાં બનાવ્યો આલીશાન બંગલો. તસવીરો જોઈ આવશે શાહરુખ ના ‘મન્નત’ ની યાદ; જાણો વિગત, જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,28 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શુક્રવાર

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના એવા કલાકારોની યાદીમાં સામેલ છે જેમણે હંમેશા પોતાના અભિનયથી ચાહકોને ખુશ કર્યા છે. પરંતુ આ વખતે અભિનેતા તેની ફિલ્મને કારણે નહીં પરંતુ તેના નવા ઘરને કારણે ચર્ચામાં આવ્યો છે.હા, નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં પોતાના સપનાનું ઘર બનાવ્યું છે. ખાસ વાત એ છે કે આ ઘરની ઈન્ટિરિયર ડિઝાઈન પણ એક્ટર દ્વારા જ કરવામાં આવી છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે નવાઝુદ્દીન સિદ્દીકી પોતે આ ઘર માટે ઇન્ટિરિયર ડિઝાઇનર બન્યો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી લાંબા સમયથી ફિલ્મોમાં સક્રિય છે. લગભગ એક દાયકાની મહેનત બાદ તેણે પોતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. અભિનેતાનો બંગલો તૈયાર થતાં ત્રણ વર્ષ લાગ્યાં. ખાસ વાત એ છે કે નવાઝુદ્દીન સિદ્દીકીએ આ બંગલો પોતાના વતન બુઢાના ના  જૂના ઘર જેવો જ બનાવ્યો છે. અભિનેતા નું  આ ઘર સફેદ રંગનું છે.નવાઝુદ્દીન સિદ્દીકીએ આ આલીશાન ઘરનું નામ તેના પિતાની યાદમાં રાખ્યું છે. અભિનેતાએ પોતાના ઘરનું નામ 'નવાબ' રાખ્યું છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણા સેલેબ્સના ઘર તેમના નામથી જ ઓળખાય છે, જેમાં શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' પણ સામેલ છે. અભિનેતાનું ઘર તેના જ નામ 'મન્નત'થી ઓળખાય છે અને હવે આ યાદીમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું ઘર 'નવાબ' પણ જોડાઈ ગયું છે.

નવાઝુદ્દીન સિદ્દીકીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેતા તેની આગામી ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને કંગના રનૌત પ્રોડ્યુસ કરી રહી છે. આ સિવાય નવાઝ ટાઈગર શ્રોફની 'હીરોપંતી 2'માં પણ નેગેટિવ રોલમાં જોવા મળશે.

મૌની રોયની હલ્દી સેરેમનીની તસવીરો આવી સામે , 'નાગિન' એક્ટ્રેસ તેના પતિ સાથે આ રીતે જોવા મળી; જુઓ તસવીરો અને વિડિયો

Twinkle Khanna: આ બીમારી થી પીડાઈ રહી છે ટ્વિંકલ ખન્ના, અભિનેત્રી એ કર્યો ખુલાસો
Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
Bhavya Gandhi TMKOC: શું ખરેખર ‘તારક મહેતા’માં વાપસી કરી રહ્યો છે જૂનો ટપ્પુ? ભવ્ય ગાંધી એ જણાવી હકીકત
De De Pyaar De 2: ‘દે દે પ્યાર દે 2’ સામે છે 3 મોટાં ચેલેન્જ, જે 6 વર્ષ પહેલા અજય દેવગન એ જ ઊભાં કર્યા
Exit mobile version