Site icon News Continuous Bureau | Mumbai

એનસીબીની સ્પષ્ટતા : રિયાના નિવેદનના આધારે ડ્રગ્સનું સેવન કરનાર સેલિબ્રિટીઓની કોઈ યાદી તૈયાર કરાઈ નથી..જાણો વિગતે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 સપ્ટેમ્બર 2020

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ પ્રકરણ ની તપાસ મા અભિનેત્રી રીયા ચક્રવર્તીની ધરપકડ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબી એ સ્પષ્ટતા કરી છે કે રિયા એ તપાસ દરમિયાન ડ્રગ્સ લેનારા ફિલ્મ ઉદ્યોગના 25 એ લિસ્ટરોના નામ આપ્યા નથી. નોંધપાત્ર વાત છે કે તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે કેન્દ્રીય એજન્સીઓએ રિયાની કબૂલાત પરથી ડ્રગ્સનું સેવન કરનારી સેલિબ્રિટીઓની યાદી તૈયાર કરી છે. જેમાં રકૂલ પ્રીતસિંહ અને સારા અલી ખાન નો સમાવેશ થાય છે. હવે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર કે.પી.એસ મલ્હોત્રાએ બોલિવૂડ સેલિબ્રિટીની આવી કોઈ યાદી તૈયાર કરી હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે આવી કોઈ યાદી બનાવી નથી જે યાદી બનાવી હતી એ ડ્રગ પેડલર્સ અને તસ્કરોની હતી. જેને બોલિવૂડ સાથે કન્ફ્યુઝ કરવામાં આવી રહી છે.’  

નોંધનીય છે કે રિયા ચક્રવર્તીની ગત અઠવાડિયે એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે મુંબઇની એક વિશેષ અદાલતે રિયા અને તેના ભાઈ શોિકની જામીન અરજી નામંજૂર કરી હતી. જામીન માટે ભાઈ-બહેનો આજે ​​હાઇકોર્ટનો સંપર્ક સાધે તેવી ધારણા છે. હાલ, રિયા 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે અને ભાયખલા જેલમાં બંધ છે.

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version