ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.
સોમવાર.
ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં સાક્ષીઓના ખંડણીના આરોપો બાદ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થયો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સમીર વાનખેડે સામે લાંચ લેવાના આરોપસર વિજિલન્સ તપાસ શરૂ કરી છે.
NCB DG જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, 'NCBએ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે વિરુદ્ધ તકેદારી તપાસના આદેશ આપ્યા છે.
આ તપાસ બાદ હવે સમીર વાનખેડે તેમના પદ પર ચાલુ રહેશે કે કેમ તેના પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સૈલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે.
