ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
બોલીવુડના બાદશાહ ગણાતા અભિનેતા શાહરૂખ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે.
હવે NCBની ટીમ શાહરુખ ખાનના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તપાસ કરી રહી છે. મન્નતમાં NCBની ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
શાહરુખ ખાનના ઘરે જવા અંગે એનસીબીએ કહ્યું કે, કેટલાક પેપર વર્ક બાકી હતા, તેથી અહીં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે જ શાહરુખ ખાન, પુત્ર આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મળવા ગયો હતો. ત્યાં બંનેએ વાતચીત કરી. શાહરુખ ખાનને જોઈને આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો
ભાવના ગવળી આ કારણે ED કાર્યાલયમાં જતાં ડરે છે; માગ્યો 15 દિવસનો સમય
