Site icon

પહેલા કિસિંગ સીન બાદ આ એક્ટ્રેસની થઇ ગઈ હતી આવી હાલત, ડેટોલથી ધોયો હતો ચહેરો,જાણો શું હતો કિસ્સો

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા તેના અદ્દભુત અભિનયની સાથે સાથે બોલ્ડ શૈલી માટે જાણીતી છે. તાજેતરમાં, અભિનેત્રીએ પ્રથમ વખત કરેલા કિસિંગ સીન વિશે એક કિસ્સો શેર કર્યો છે.

neena gupta first kissing scene lip lock viral recalls rinsing mouth dettol

પહેલા કિસિંગ સીન બાદ આ એક્ટ્રેસની થઇ ગઈ હતી આવી હાલત, ડેટોલથી ધોયો હતો ચહેરો,જાણો શું હતો કિસ્સો

News Continuous Bureau | Mumbai

નીના ગુપ્તા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓમાંની એક છે. તે તેના શાનદાર અને ઉત્તમ અભિનય માટે જાણીતી છે. અભિનેત્રીએ તેની દરેક ભૂમિકાઓ માટે પ્રશંસા મેળવી છે. ફિલ્મી કરિયરની સાથે નીના ગુપ્તા અંગત જીવન માટે પણ ચર્ચામાં રહી છે. નીના તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો વિશે ખુલાસો કરતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેની કારકિર્દીના પ્રથમ ચુંબન દ્રશ્ય શૂટ કર્યા પછી તેની હાલત કેવી થઈ ગઈ હતી. તેણે કહ્યું કે તે આખી રાત ઉંઘી શકી નથી.

Join Our WhatsApp Community

 

નીના ગુપ્તા એ શેર કર્યો અનુભવ 

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા નીના ગુપ્તાએ તેના પહેલા કિસિંગ સીન વિશે વાત કરી. તેણે કહ્યું, ‘ઘણા વર્ષો પહેલા, મેં દિલીપ ધવન સાથે એક સિરિયલ કરી હતી જેમાં ભારતીય ટીવી પર પહેલો લિપ-ટુ-લિપ કિસ સીન હતો. હું આખી રાત સૂઈ શકી નહીં. તે દેખાવે સારો હતો પણ હું શારીરિક અને માનસિક રીતે તૈયાર નહોતી. હું ખૂબ જ તણાવમાં હતી પરંતુ મેં મારી જાતને તેમાંથી પસાર થવા માટે ખાતરી આપી.’અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મેં સીન પૂરો થતાં જ ડેટોલથી મારો ચહેરો ધોઈ નાખ્યો. જેને હું  જાણતી નહોતી તેને ચુંબન કરવું ખૂબ મુશ્કેલ હતું’. નીના ગુપ્તા ટીવી શો ‘દિલ્લગી’ વિશે વાત કરી રહી છે, જેમાં તેની સાથે દિલીપ ધવન પણ લીડ રોલમાં હતા. આ તેનો પહેલો ઓનસ્ક્રીન કિસિંગ સીન હતો.જે પાછળથી લોકોના વાંધાને કારણે દૂર કરવામાં આવ્યો હતો.

 

નીના ગુપ્તા નું વર્ક ફ્રન્ટ 

નીના ગુપ્તા ટૂંક સમયમાં લસ્ટ સ્ટોરીઝ 2માં જોવા મળશે. 29 જૂનથી, આ શ્રેણી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ પહેલા નીના ગુપ્તા ફિલ્મ ‘ઉંચાઈ’માં જોવા મળી હતી.આ સિવાય અભિનેત્રી ગુડબાય માં પણ જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો: સુહાના ખાન ના હાથ લાગી મોટી ફિલ્મ, દીકરી સાથે ફિલ્મમાં કામ કરશે શાહરૂખ ખાન, કિંગ ખાને આ મોટા ડિરેક્ટર સાથે મિલાવ્યો હાથ

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version