Site icon

ભારતના નકશા પર પગ મુકવા પર અક્ષય કુમાર થયો ટ્રોલ, નેટીઝ્ન્સે સંભળાવી ખરી ખોટી

બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર ટૂંક સમયમાં ઉત્તર અમેરિકાના પ્રવાસે જવાનો છે. ખિલાડી કુમાર ટુર પર જતા પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ફરી એકવાર યુઝર્સ અક્ષયને કેનેડિયન એક્ટર કહી રહ્યા છે. ચાલો જાણીએ આવું કેમ થઈ રહ્યું છે.

netizens trolled akshay kumar on social media walking on indian map for promotional video

ભારતના નકશા પર પગ મુકવા પર અક્ષય કુમાર થયો ટ્રોલ, નેટીઝ્ન્સે સંભળાવી ખરી ખોટી

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર ને પણ ઘણી વાર સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના કારણે તે ટ્રોલના નિશાના પર આવી ગયો. અક્ષયે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના પ્રવાસનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં અક્ષય કુમાર સાથે દિશા પટની, મૌની રોય, સોનમ બાજવા જોવા મળી હતી. વીડિયોમાં તમામ સ્ટાર્સ ગ્લોબ પર ચાલતા જોવા મળ્યા હતા. હવે આ વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ રાખ્યો છે. આ કારણે અભિનેતાને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમાર નો વિડીયો થયો વાયરલ 

આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, ‘ધ એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ દેશી મનોરંજન લાવવા માટે તૈયાર છે. તમારો સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાં આવી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, એન્ટરટેઈનર્સ અક્ષય કુમારના ઈન્ટરનેશનલ ટૂરનું નામ છે.

 અક્ષય કુમાર થયો ટ્રોલ 

આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અક્ષય કુમારને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં યુઝરે લખ્યું, ‘કેનેડિયન એક્ટર ભારતના નકશા પર ચાલી રહ્યો છે. આ ભારતીયોનું અપમાન છે. તમારે આ શરમજનક કૃત્ય માટે 150 કરોડ ભારતીયો ની માફી માંગવી જોઈએ. કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, ‘ભાઈ, થોડું તો સન્માન કરો, અમારા ભારતનું.’ લોકો ટ્વિટર પર અક્ષયને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે અક્ષય કુમારને કેનેડિયન કુમાર પણ કહી રહ્યા છે. જણાવી દઈએ કે અક્ષયને તેની નાગરિકતા માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. અભિનેતાએ ઘણી વખત કહ્યું છે કે તે હૃદયથી ભારતીય છે.

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version