Site icon

Nita Ambani: શું તમે નીતા અંબાણી નું સાડીનું કલેક્શન જોયું છે? અહીં જુઓ લાખો-કરોડો રૂપિયાની સાડીઓ… અને તેની વચ્ચે નીતા અંબાણી નું જાજરમાન વ્યક્તિત્વ

Nita Ambani: નીતા અંબાણી તેના જાજરમાન દેખાવ ને કારણે હંમેશા ચર્ચામા રહે છે. ખાસ કરીને તેની સાડી ચર્ચામા રહે છે. નીતા અંબાણી ની મોટા ભાગ ની સાડી ઓ ગુજરાત નો ટચ જોવા મળે છે. પરંતુ નીતા અંબાણી પાસે ગુજરાત થી લઈને બિહાર સુધી ની છે

nita ambani beautiful handloom sarees collection

nita ambani beautiful handloom sarees collection

News Continuous Bureau | Mumbai 

Nita Ambani:રિલાયન્સ ફાઉન્ડેશન ની ચેરપર્સન નીતા અંબાણી તેના જાજરમાન વ્યક્તિત્વ માટે જાણીતી છે. તેની સાડી ઓ હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણી કોઈ પણ પ્રસંગ માં તેને અનુરૂપ આઉટફિટ કેરી કરે છે. ખાસ કરીને તેની સાડી.નીતા અંબાણીને ભારતીય સ્ટાઈલની સાડીઓ ખૂબ જ પસંદ છે.તેની પાસે લગભગ દેશ ના દરેક રાજ્ય ની પ્રખ્યાત સાડી ઓ નો સંગ્રહ છે. હાલમાં જ નીતા અંબાણી એ એનએમએસીસીની વર્ષગાંઠ પર દરેક ઇવેન્ટ માં સાડી પહેરી હતી. અલગ-અલગ રાજ્યોની હેન્ડલૂમ સાડીઓમાં નીતા અંબાણી ખુબ જ સુંદર લાગતી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman Khan News: એ વ્યક્તિ કોણ છે? જેણે સલમાનના ઘર પર ગોળી ચલાવી. આ રહ્યો તેનો ગુનાહિત બાયોડેટા..

નીતા અંબાણી એ પહેરી બિહાર રાજ્ય ની લોકપ્રિય સાડી 

નીતા અંબાણીની બ્લુ અને ક્રીમ ટસર સાડી બિહાર રાજ્ય સાથે જોડાયેલી છે. સાડીની બોર્ડર પર ભાગલપુરી સિલ્કના દોરાથી કામ કરવામાં આવ્યું હતું. સાડીમાં સુજાની ભરતકામ હતું, આ સાડી સાથે નીતા અંબાણી એ મોતી અને રત્નોથી બનેલો ત્રણ સ્તરીય ગટ્ટાપુસાલુ હાર પહેર્યો હતો. સાથે જ તેને લાલ સ્ટડેડ એરિંગ્સ, સ્ટેટમેન્ટ રિંગ્સ અને પર્લ સ્ટડેડ બંગડીઓ પણ પહેરી હતી.

ગુજરાતી ઘરચોળા માં જોવા મળ્યો નીતા અંબાણી નો રોયલ લુક 

આ પ્રસંગે નીતા અંબાણી એ ગુજરાતની પ્રસિદ્ધ સાડી ઘરચોળા પહેરી હતી. નારંગી રંગની ગુજરાતી ઘરચોલા સાડીમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સાડી સાથે નીતા અંબાણી એ લીલા મોતી અને મેચિંગ ઇયરિંગ્સથી જડેલા સોનાનો હાર પહેર્યો હતો.

પૈઠણી સાડી માં મહારાષ્ટ્રીયન અવતાર ના જોવા મળી નીતા અંબાણી  

આ પ્રસંગે નીતા અંબાણી એ મહારાષ્ટ્ર ની પૈઠાણી સાડી પહેરી હતી આ સાડી હાથવણાટની હતી. બોર્ડર તેમજ લેયર પર સોનાના દોરાથી કામ કરવામાં આવ્યું હતું.તેના પરંપરાગત દેખાવને પૂર્ણ કરવા માટે, તેણે નાક માં નથ અને લીલા રંગ ની બંગડીઓ પહેરી હતી.

બનારસી સાડી માં સુંદર જોવા મળી નીતા અંબાણી 

બધી જ સાડી આવે અને બનારસ ની સાડી ના હોય તેવું તો બને જ નહીં. નીતા અંબાણી એ ફેશન સ્ટાઈલિસ્ટ વિજય મૌર્ય અને શગુન મૌર્યની ટીમ દ્વારા ડિઝાઇન કરાયેલ સિલ્ક બનારસી બ્રોકેડ સાડી પહેરી હતી. જડેલા કામે સાડીની સુંદરતામાં વધારો કર્યો. નીતા અંબાણીએ તેમના દેખાવને પૂર્ણ કરવા માટે ગામઠી જ્વેલરી પસંદ કરી. હતી. 


આ કાર્યક્રમ દરમિયાન નીતા અંબાણી નો જાજરમાન લુક જોવા મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

 

 

Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Asha Bhosle Queen of Indipop: ઉંમર માત્ર એક નંબર છે! આશા ભોંસલેએ ‘જાનમ સમજા કરો’ થી સાબિત કરી દીધું કે તેઓ જ છે અસલી પોપ ક્વીન
Exit mobile version