Site icon News Continuous Bureau | Mumbai

Nita Ambani: ‘સ્વદેશ’ ઈવેન્ટ માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ

Nita Ambani: નીતા અંબાણીએ મુંબઈમાં એક 'સ્વદેશ' ઈવેન્ટમાં એન્ટિક જ્વેલરી અને પીકોક બ્લુ બનારસી સાડી પહેરીને ભારતની શાહી સુંદરતા દર્શાવી, જેને તેમણે ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની જ્વેલરી સાથે પૂર્ણ કર્યો.

Nita Ambani shines at 'Swadesh' event, the businesswoman's simplicity wins people's hearts

Nita Ambani shines at 'Swadesh' event, the businesswoman's simplicity wins people's hearts

News Continuous Bureau | Mumbai

Nita Ambani: રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરપર્સન નીતા અંબાણીએ મુંબઈમાં પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન આપવા માટે એક ‘સ્વદેશ’ ઈવેન્ટ હોસ્ટ કર્યો. તેમણે ઇરોસમાં સ્થિત ‘સ્વદેશ’ ફ્લેગશિપ સ્ટોર પર ભારતના કલાકારો અને કારીગરોના સન્માનમાં આ ખાસ ગેધરિંગ રાખ્યું. આ પ્રસંગે નીતા અંબાણીએ ‘સ્વદેશ’ની પીકોક-બ્લુ બનારસી સાડી પહેરી, જે કધુઆ વણાટ ટેકનિકથી બનાવવામાં આવી છે. આ જૂની ટેકનિક તેની મજબૂતી અને અત્યંત બારીક કારીગરી માટે જાણીતી છે. આ કાર્યક્રમમાં સોનમ કપૂર, અનન્યા પાંડે, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ અને જાહ્નવી કપૂર સહિત અનેક મોટા સેલિબ્રિટીઝ પણ આ સુંદર સાંજનો હિસ્સો બન્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh-Kajol Unveils DDLJ Pose Statue: લંડનમાં શાહરૂખ-કાજોલનું સ્ટેચ્યૂ: DDLJ સ્ટાર નું ફની રિએક્શન થયું વાયરલ

નીતા અંબાણીની પીકોક બ્લુ બનારસી સાડી છે અત્યંત ખાસ

નીતા અંબાણીએ ‘સ્વદેશ’ની ડિઝાઇન કરેલી સાડી પસંદ કરી અને તેની સાથે મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો બ્લાઉઝ પેર કર્યો. ખાસ વાત એ છે કે તેમની સાડીમાં મીનાકારીથી બનેલી મોરની બારીક ડિઝાઇન હતી, જેને પરંપરાગત ભરતકામ અને વણાટ ટેકનિકથી તૈયાર કરવામાં આવે છે. ‘સ્વદેશ’ની પીકોક બ્લુ કલરની બનારસી સાડીમાં તેઓ ખૂબસૂરત લાગી રહ્યાં હતાં. નીતા અંબાણીએ જે મનીષ મલ્હોત્રાનો ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યો હતો, તેમાં પોલ્કી બોર્ડર અને હાથની કારીગરીથી દેવી-દેવતાઓના સિમ્બોલ વાળા બટન લગાવેલા હતા, જે તેમના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.


નીતા અંબાણીએ પોતાના આ રોયલ સાડી લુકને ખૂબ જ સુંદર જ્વેલરી સાથે પૂર્ણ કર્યો હતો. તેમણે એન્ટિક કુંદન પોલ્કી એરિંગ્સ પહેર્યા હતા જે ૧૦૦ વર્ષથી પણ વધુ જૂના છે. એટલું જ નહીં, તેમણે ‘સ્વદેશ’ની એક હેન્ડમેડ જડાઉ બર્ડ રિંગ પણ પહેરી હતી, જેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય. તેમના લુકની સૌથી ખાસ વસ્તુ છે ‘હાથ ફૂલ’ જે તેમના માતાના જ્વેલરી કલેક્શનમાંથી છે. નીતા અંબાણી ની સાદગી પર લોકો ના દિલ આવી ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version