Site icon

Nitish bhardwaj: નીતીશ ભારદ્વાજ ના ગંભીર આરોપો નો સ્મિતા એ આપ્યો જવાબ, અભિનેતા વિશે કર્યા ચોંકાવનારા ખુલાસા

Nitish bhardwaj: થોડા દિવસો પહેલા નીતીશ ભારદ્વાજે તેની પત્ની સ્મિતા પર માનસિક ત્રાસ અને દીકરીઓ ને તેમના થી દૂર રાખવાનો આરોપ લગાવ્યો હતો. હવે સ્મિતા એ આ વિશે પોતાનું મૌન તોડ્યું છે અને નીતીશ ના આરોપો નો જવાબ પણ આપ્યો છે.

nitish bharadwaj wife smita open up on actor allegations

nitish bharadwaj wife smita open up on actor allegations

News Continuous Bureau | Mumbai 

Nitish bhardwaj: નીતીશ ભારદ્વાજ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. નીતીશ ભારદ્વાજે થોડા દિવસ પહેલા તેની પત્ની સ્મિતા પર માનસિક ત્રાસ અને દીકરીઓ ને તેમના થી દૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત તેમની પત્ની સ્મિતા એ પોતાનું મૌન તોડ્યું છે અને આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું છે. તેણે જણાવ્યું કે તેના પતિ દ્વારા લગાવવામાં આવેલા આરોપ ખોટા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anushka sharma: થઇ ગયું કન્ફર્મ! શું વિદેશમાં પોતાના બીજા બાળકને જન્મ આપશે અનુષ્કા શર્મા?આ વ્યક્તિ ની પોસ્ટ એ કર્યો મોટો ખુલાસો

નીતીશ ભારદ્વાજ ની પૂર્વ પત્ની સ્મિતા એ જણાવી હકીકત 

નીતીશ દ્વારા લગાવેલા ગંભીર આરોપ પર સ્મિતા એ જણાવ્યું કે, “જોડિયા દીકરીઓનું અપહરણ કરવાનો અને તેમને મળવા ન દેવાનો નીતિશનો દાવો સંપૂર્ણપણે પાયાવિહોણો છે.નીતિશ ભારદ્વાજ 17 ફેબ્રુઆરી અને 2 જાન્યુઆરીએ પુણેમાં બાળકોને મળ્યા હતા. આ પાછળ તેમનો ઉદ્દેશ્ય તેની છબી ખરાબ કરવાનો હતો.” વધુમાં સ્મિતા એ જણાવ્યું કે, ‘નીતીશ ભારદ્વાજે 2022 થી તેમના ઘર ના લેંન્ડલાઇન ફોન દ્વારા તેમની પુત્રીઓ સાથે નિયમિત વાતચીત ચાલુ રાખી હતી અને આ હકીકત ફેમિલી કોર્ટની ફાઇલોમાં પણ નોંધાયેલી છે. આ ઉપરાંત  નીતીશે પોતે ફેમિલી કોર્ટ સમક્ષ દાવો કર્યો છે કે તેમણે તેમની દીકરીઓ સાથે એ જ લેન્ડલાઈન નંબર પર વાત કરી છે. આવી સ્થિતિમાં ફોન નંબરથી અજાણ હોવાનો તેમનો દાવો ખોટો અને ભ્રામક છે.’

Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Smriti Irani Reveals Fun Fact: સ્મૃતિ ઈરાની અને તેમના ઓન-સ્ક્રીન પુત્ર વચ્ચે છે અનોખું જોડાણ, એક્ટિંગ પહેલા એક જ ક્લાસમાં લેતા હતા શિક્ષણ
Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન
Exit mobile version