Site icon

અનુપમાના આગામી લીપ પર ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા, જાણો કેમ ટ્વિટર પર ટ્રેન્ડ થયું #NoLeapInAnupamaa

જો લેટેસ્ટ રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો રૂપાલી ગાંગુલીના શોમાં એક લીપ આવવાનો છે. આનાથી ચાહકો વધુ નારાજ થયા છે, હવે ચાહકો સોશિયલ મીડિયા પર #MAan ને લઈને પોતાનો ગુસ્સો દર્શાવી રહ્યા છે.

no leap in anupamaa top trend as maan fans express angst over latest twist in show

અનુપમાના આગામી લીપ પર ચાહકોએ આપી આવી પ્રતિક્રિયા, જાણો કેમ ટ્વિટર પર ટ્રેન્ડ થયું #NoLeapInAnupamaa

News Continuous Bureau | Mumbai

ટીવી શો ‘અનુપમા’ સૌથી વધુ જોવાયેલી ટીવી સિરિયલોમાંની એક છે, ‘અનુપમા’ વર્તમાન સમયના સૌથી વધુ ચર્ચિત ટીવી શો માંથી એક છે. રૂપાલી ગાંગુલી અનુપમા નું પાત્ર ભજવી રહી છે. વાર્તા અનુપમા ની આસપાસ ફરે છે. રાજન શાહીનો શો એ અત્યાર સુધીના સૌથી લોકપ્રિય ટીવી શો માંથી એક છે. લોકો ટીવી શો ‘અનુપમા’ને એટલો પ્રેમ કરે છે કે તે ઘણા વર્ષોથી TRP ચાર્ટ પર રાજ કરી રહ્યો છે. અનુપમાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં, અનુપમા અને અનુજ કાપડિયા અલગ થઈ ગયા હોવાથી ચાહકો નારાજ છે.

Join Our WhatsApp Community

 

ટ્વિટર પર અનુપમા ને લઇ ને ઉઠી આ માંગ 

વાસ્તવ માં #NoLeapInAnupamaa ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકોનું કહેવું છે કે આ શો પહેલેથી જ લીપ લઈ ચૂક્યો છે. હવે બીજા લીપ પછી શોની સ્ટોરી બદલવી યોગ્ય નહીં ગણાય. જો કે, જો રિપોર્ટ્સનું માનીએ તો શોમાં 5 વર્ષ ના લિપ બાદ વાર્તામાં ધરખમ ફેરફાર થશે. જ્યાં અનુપમા એક બિઝનેસવુમન બનશે અને અનુજ છોટી અનુ અને માયા સાથે ખુશીથી જીવશે. લેટેસ્ટ રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો અનુપમા લીપ કરવા જઈ રહી છે. એક અહેવાલ કહે છે કે આ શો ચારથી પાંચ વર્ષનો લીપ લઈ શકે છે. ‘અનુપમા’માં લીપ વિશે કોઈ પુષ્ટિ મળી નથી પરંતુ ચાહકો લીપના વિચાર માટે બિલકુલ તૈયાર નથી. ‘નો લીપ ઈન અનુપમા’ ટ્વિટર પર એક ટ્રેન્ડ બની ગયો છે અને ચાહકો અનુપમા, અનુજ અને છોટી અનુને કોઈ પણ લિપ વિના ફરીથી જોડવાની માંગ કરી રહ્યા છે. ચાહકો શક્ય તેટલી વહેલી તકે સુખી પરિવારને પાછો જોવા માંગે છે.

ઓફિશિયલ સ્ટેટમેન્ટ 

અનુપમા પોતાની બધી પરેશાનીઓ સાથે જીવનમાં આગળ વધશે. તે તેની ડાન્સ એકેડમી સારી રીતે ચલાવશે, પરંતુ એવા અહેવાલો પણ છે કે શોમાં એક છોકરીની એન્ટ્રી થવાની છે. જે અનુપમા અને અનુજને નજીક આવવામાં મદદ કરતી જોવા મળશે. જો કે આ સમાચારો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ
Vicky Jain: અંકિતા લોખંડેના પતિ ને હાથમાં આવ્યા 45 ટાંકા, વિકી જૈન એ જણાવ્યું કેવી રીતે થયો હતો અકસ્માત
TMKOC Mandar Chandwadkar: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો મિસ્ટર ભીડે નિભાવવાનો હતો ધર્મેન્દ્ર ના બાળપણ ની ભૂમિકા,શોલે ના આ દિગ્ગ્જ અભિનેતા એ કરી હતી તેની ભલામણ
Aamir Khan: આમિર ખાન ખોલશે ગુરુકુલ સ્ટાઇલ ફિલ્મ સ્કૂલ, બોલિવૂડ ના આ અભિનેતા નું મળ્યું સમર્થન
Exit mobile version