જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘નો ટાઈમ ટુ ડાઈ’ હવે OTT પર; જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

શુક્રવાર

જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈઝી ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' ગયા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ 4 માર્ચથી OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર જોઈ શકાશે. નો ટાઈમ ટુ ડાઈ એમેઝોન પ્રાઇમ વિડિયો પર છ ભાષાઓ – હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં સ્ટ્રીમ કરવામાં આવશે.જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈઝીની 25મી ફિલ્મ અને ડેનિયલ ક્રેગની છેલ્લી બોન્ડ ફિલ્મ નો ટાઈમ ટુ ડાઈ 2021ની સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી. તેણે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર $770 મિલિયનથી વધુની કમાણી કરી છે.

'લવ હોસ્ટેલ'માં બોબી દેઓલનો અવતાર જોઈને તમે આશ્રમના 'બાબા નિરાલા'ને ભૂલી જશો, ફિલ્મ માં ભજવી રહ્યો છે આ ભૂમિકા; જાણો વિગત

વિશ્વની નંબર વન સ્પાય ફ્રેન્ચાઇઝી તરીકે ગણવામાં આવતા, ભારતમાં તમામ જેમ્સ બોન્ડની ફિલ્મો હવે ભારતના દર્શકો ઘરે બેઠા તેમના મોબાઇલ પર જોઈ શકશે. જેમ્સ બોન્ડ ફિલ્મો માટે છેલ્લી ચાર પેઢીના સિને પ્રેક્ષકોના હૃદયની નજીક રહેલી કંપની એમજીએમના માલિકી હક્કો ગયા વર્ષે એમેઝોનને આપવામાં આવ્યા હતા. 8.45 બિલિયન ડોલરની આ ડીલ અમલમાં આવ્યા બાદ હવે આ જેમ્સ બોન્ડની ફિલ્મો એમેઝોનની વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ એમેઝોન પર જોઈ શકાશે.

Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન
Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?
Oscars 2026: હોમબાઉન્ડ’ ઓસ્કારની રેસમાં! બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીમાં ભારતની ધમાકેદાર એન્ટ્રી
Aashram Season 4: બાબા નિરાલા પાછો આવી રહ્યો છે! ‘આશ્રમ 4’ કન્ફર્મ, ક્યારે શરૂ થશે શૂટિંગ? જાણો તમામ વિગતો
Exit mobile version