Site icon News Continuous Bureau | Mumbai

 ‘દિલબર’ ગર્લ નોરા ફતેહીએ શેર કરી ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો, રેડ ગાઉનમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ ; જુઓ તસવીરો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

બોલિવૂડની અભિનેત્રી નોરા ફતેહી તેની સ્ટાઇલ અને ડાન્સ માટે જાણીતી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને તેના ફોટા અને વિડિયોઝ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.  નોરા ફતેહી આ દિવસોમાં અલગ અલગ અવતારમાં નજર આવી રહી છે.  

તાજેતરમાં અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. નોરાએ આ તસવીરોમાં લાલ કલરમાં સોનેટ ફેબ્રિકથી બનેલો ડ્રેસ પહેર્યો છે. જેમાં ડીપ નેક સાથે ફ્લોરલ સ્લીવ છે. 

નોરાએ આ ડ્રેસની સાથે ન્યૂડ કલરના હાઈ હીલ સેન્ડલ પહેરેલા છે. નોરાએ ગળામાં ખુબ જ પાતળી થ્રી લેયર ચેન પહેરેલી છે. આ ડ્રેસમાં નોરા ખુબ જ સુંદર દેખાઈ રહી છે. દરેક વખતની જેમ નોરા આ તસવીરોમાં પણ ખુબ જ કોન્ફિડન્ટ નજર આવી રહી છે. નોરાને ઇન્ડસ્ટ્રીમાં તેના જબરદસ્ત ડાન્સ માટે ઓળખવામાં આવે છે.

વર્કફ્રંટની વાત કરીએ તો નોરા ફતેહી 'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં નજર આવશે. તે ફિલ્મના લીડ રોલમાં અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને શરદ કેલકર સાથે નજર આવશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+હોટસ્ટાર પર આગામી 13 ઓગસ્ટે રિલીઝ થશે. છેલ્લે અભિનેત્રી સ્ટ્રીટ ડાન્સર 3ડી માં જોવા મળી હતી, જેમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂર લીડ રોલમાં હતા.

Rohit Sharma TV Show ક્રિકેટ પીચ બાદ હવે ટીવી સ્ક્રીન પર ધમાકો કરશે રોહિત શર્મા, નવા શોના પ્રોમોમાં જોવા મળ્યો ‘હિટમેન’ નો અંદાજ
Hanuman Ansh ૮૦ કરોડ પાર કરી ચૂકેલી ‘હનુમાન અંશ’ ફિલ્મ માટે ડિરેક્ટરે ગામડે ગામડે ફરીને કેવી રીતે એકઠી કરી હતી ભીડ, વાયરલ વિડીયો આવ્યો સામે
Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Exit mobile version