Site icon

રેખા કે જયા નથી અમિતાભ બચ્ચન નો પહેલો પ્રેમ-આ બંગાળી છોકરી પર આવ્યું હતું બિગ બીનું દિલ

News Continuous Bureau | Mumbai

બોલિવૂડમાં(Bollywood) દરરોજ સેલેબ્સના સંબંધોની(Celeb Relationships) અફવાઓ ઉડતી રહે છે. મીડિયામાં દરરોજ કોઈને કોઈ સ્ટારના લિંકઅપ અને બ્રેકઅપના(Star linkups and breakups) સમાચાર આવતા રહે છે. પરંતુ આજે પણ અમિતાભ અને રેખાની લવ સ્ટોરી(Love story of Amitabh and Rekha) સિનેમા જગતની(cinema world) સૌથી લોકપ્રિય લવસ્ટોરીમાંની એક છે. આ જોડીનો રોમાન્સ ઓનસ્ક્રીન સુપરહિટ(Onscreen super hit) રહ્યો  હતો ત્યારે ઓફસ્ક્રીન પણ ક્યારે ખીલી ઉઠ્યો તે ખબર જ ન પડી. પરંતુ રેખા અને અમિતાભનો પ્રેમ પૂર્ણ ન થઈ શક્યો કારણ કે તેમના પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે અભિનેતા જયા(Jaya Bachchan) સાથે લગ્ન કરે. પરંતુ શું તમે જાણો છો કે અમિતાભ બચ્ચનનો(Amitabh Bachchan) પહેલો પ્રેમ (first love) રેખા નહીં પરંતુ બ્રિટન ની કંપની ICIમાં(British company ICI) કામ કરતી છોકરી હતી. તો આવો જાણીએ કેવી છે આ બંનેની લવ સ્ટોરી.

Join Our WhatsApp Community

એ તે દિવસોની વાત છે, જ્યારે અમિતાભ સિનેમા જગતથી દૂર એક સામાન્ય છોકરાની જેમ કામ કરીને પોતાનું જીવન જીવી રહ્યા હતા. તે સમયે અભિનેતા તેની સાથે કામ કરતી એક છોકરી પર તેનું દિલ આવી ગયું હતું. હા, અમિતાભનો પહેલો પ્રેમ તેમની સાથે કામ કરતી છોકરી સાથે હતો. વાસ્તવમાં, જ્યારે અમિતાભ બચ્ચન કોલકાતામાં(Kolkata) કામ કરતા હતા, તે દરમિયાન તેમની સાથે એક છોકરી પણ કામ કરતી હતી. મહિને 1500 રૂપિયાની નોકરી કરનાર અમિતાભ ચંદાને પોતાનું દિલ આપી રહ્યા હતા.સાથે કામ કરતી વખતે અમિતાભ ચંદાને પ્રેમ કરવા લાગ્યા હતા. તે સમયે અભિનેતા ચંદાના પ્રેમમાં એટલા પાગલ હતા કે તે તેની સાથે લગ્ન કરવા પણ માંગતા હતા. અમિતાભ અને ચંદાની પહેલી મુલાકાત થિયેટરમાં નાટક જોતી વખતે થઈ હતી. બંનેનો સંબંધ પુરા  ત્રણ વર્ષ સુધી ચાલ્યો, પરંતુ અમિતાભનો પહેલો પ્રેમ પણ તેના અંત સુધી ન પહોંચ્યો. વાસ્તવમાં ચંદા અને અમિતાભ લગ્ન કરી શક્યા ન હતા. જ્યારે તેમના લગ્નની વાત ન ચાલી તો બિગ બી નોકરી અને કોલકાતા બંને છોડીને મુંબઈ આવી ગયા. આ વાતનો ખુલાસો તેમના એક એ કર્યો હતો, જેમણે તે ત્રણ વર્ષમાં અમિતાભ સાથે કામ કર્યું હતું. તેમના મિત્ર એ વધુમાં કહ્યું હતું કે 'જ્યારે ચંદાના લગ્ન નહોતા થયા ત્યારે અમિતાભ બચ્ચને કોલકાતાને અલવિદા કહ્યું હતું અને નોકરી પણ છોડી દીધી હતી, ત્યારપછી બિગ બીનો પગાર પણ 26 દિવસ માટે કાપવામાં આવ્યો હતો.'

આ સમાચાર પણ વાંચો :  દીપિકા પહુંચી સીધી હોસ્પિટલમાં-જે કોઈ ને થતી નથી તેવી બીમારી તેને થઇ- જાણો કેટલી ખતરનાક છે બીમારી અને તેના લક્ષણો વિશે 

તમને જણાવી દઈએ કે અમિતાભના પ્રેમમાં પડી ગયેલી છોકરીએ બંગાળી સિનેમામાં(Bengali cinema) પોતાના અભિનયનો પાવર બતાવ્યો છે. ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી ચંદાએ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું. બિગ બી સાથેનો પ્રેમ પૂરો ન થયા પછી ચંદાએ બંગાળી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા સાથે લગ્ન કર્યા.

 

 

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version