Site icon News Continuous Bureau | Mumbai

અક્ષય કુમાર, અજય દેવગણ, રજનીકાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે આ અભિનેતા બેર ગ્રિલ્સ સાથે જંગલોમાં ફરતો જોવા મળશે; જાણો તે અભિનેતા વિશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર

લોકપ્રિય અમેરિકન એડવેન્ચર ટ્રાવેલ શો મેન Vs વાઇલ્ડ માત્ર ભારતના સામાન્ય લોકોમાં જ નહીં પરંતુ ભારતીય સેલેબ્સમાં પણ લોકપ્રિય છે. રજનીકાંત, અક્ષય કુમાર અને અજય દેવગન પછી હવે અભિનેતા વિકી કૌશલ પણ બેર ગ્રિલ્સ સાથે સર્વાઈવલ માટે જંગલોમાં ફરતો જોવા મળશે. 'સરદાર ઉધમ' સ્ટાર વિકી કૌશલે પોતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ખુલાસો કર્યો છે કે તે ડિસ્કવરીના પ્રખ્યાત એડવેન્ચર શો 'ઇનટુ ધ વાઇલ્ડ વિથ બેર ગ્રિલ્સ' ના એપિસોડમાં જોવા મળશે, જેનું પ્રીમિયર શુક્રવારે થશે. એપિસોડ ડિસ્કવરી પર સ્ટ્રીમ થશે અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે સોમવારે એપિસોડનો પહેલો લૂક શેર કર્યો હતો.

વિકી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર આગામી એપિસોડનો ફર્સ્ટ લૂક પણ શેર કર્યો, અને લખ્યું- "જીવનભરનું સાહસ જેમાં સર્વાઇવલ એક્સપર્ટ @Beargrylls સિવાય બીજું કોઈ નહીં, ચાલો જોઈએ કે તેઓએ મારા માટે શું આયોજન કર્યું છે. ". રસપ્રદ વાત એ છે કે, વિકી અક્ષય કુમાર, અજય દેવગણ, રજનીકાંત, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વગેરે જેવા સેલેબ્સની લીગમાં જોડાયો છે, જેઓ અગાઉ આ શોનો ભાગ રહી ચૂક્યા છે. તેનો એપિસોડ આ વર્ષે 12 નવેમ્બરે પ્રસારિત થશે.

આ પહેલા અજય દેવગન આ શોમાં જોવા મળ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, અજય દેવગને આ શોમાં પોતાના અનુભવો પર કહ્યું હતું કે જંગલમાં આ મારો પહેલો અનુભવ છે. મારા પિતા એક એક્શન ડિરેક્ટર હતા અને મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં ઘણી બધી એક્શન્સ પણ કરી છે. આ એક પ્રસંગ હતો જ્યારે મેં મારા ભણતર અને અનુભવની ફરી તપાસ કરી. હું ખૂબ જ ખુશ છું કે મને આ તક મળી. આનાથી મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તક મળી. તમને જણાવી દઈએ કે આ પહેલા અક્ષય કુમારે બાંદીપુર નેશનલ પાર્કમાં 'ઈનટુ ધ વાઈલ્ડ વિથ બેર ગ્રિલ્સ' અને રજનીકાંતે ટાઈગર રિઝર્વમાં શૂટિંગ કર્યું હતું.  

અમિતાભની દિવાળી ફેમિલીની તસવીરમાં જોવા મળેલી પેઇન્ટિંગ વાયરલ થઈ રહી છે વાયરલ, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે; જાણો તે પેઇન્ટિંગ ની કિંમત વિષે

બીજી તરફ વિકી કૌશલની વાત કરીએ તો તેના કેટરીના કૈફ સાથેના લગ્નને લઈને ગોસિપ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહેલા વિકી અને કેટરિનાએ તાજેતરમાં દિવાળી સેલિબ્રેશન બાદ પોતાની રોકા સેરેમની રાખી હતી. મીડિયા રિપોર્ટ્સ એવું પણ સૂચવે છે કે આ કપલ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરે તેવી શક્યતા છે.

Ramayana Advance Booking Box Office એડવાન્સ બુકિંગમાં ‘રામાયણ’ ફિલ્મનો દબદબો રિલીઝના ૭ દિવસ અગાઉ ભારતમાં વેચાઈ ૩ લાખ ટિકિટો, જાણો કેટલા કરોડની કરી કમાણી
Naseeruddin Shah Targets BJP નસીરુદ્દીન શાહનું વિવાદાસ્પદ નિવેદન; કહ્યું ‘ગર્વ સાથે કહું છું કે હું દિમાગી નક્સલ છું’, કેન્દ્ર સરકાર સામે સાધ્યું નિશાન
Celebrity First Karwa Chauth રશ્મિકાવિજયથી લઈને નૂપુરસ્ટેબિન સુધી લગ્ન બાદ આ સેલિબ્રિટી કપલ્સ મનાવશે પહેલો કરવા ચોથ
Kartik Aaryan In Operation Sindoor ‘ઓપરેશન સિંદૂર’માં કાર્તિક આર્યનની એન્ટ્રી? ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે લીડ રોલ માટે હાથ મિલાવ્યા
Exit mobile version