ટેલિવિઝન જગતનો નંબર વન શો 'અનુપમા'ના કલાકારો એક પછી એક કોરોનાનો ભોગ બની રહ્યાં છે.
હવે સિરિયલમાં રાખીનો રોલ પ્લે કરતી તસનીમ નેરુરકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અભિનેત્રી તસનીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, આશિષ મેહોરાત્રા, પ્રોડ્યૂસર રાજન શાહી તથા 3 ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા હતા.
હવે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ વગર કશું નહીં થઈ શકે. સરકારે સૌથી કડક આદેશ બહાર પાડ્યા.