ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અભિનયની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશ કરનાર અભિનેત્રી નુસરત જહાંએ ગયા મહિને 26 ઑગસ્ટના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે નુસરત જહાં ઘણી વખત તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. નુસરત ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે તેના પતિ નિખિલ જૈન સાથેનાં લગ્નને ગેરકાયદે ગણાવ્યાં. નિખિલ સાથેના વિવાદ વચ્ચે નુસરતે પોતાની ગર્ભાવસ્થાના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા. તાજેતરમાં જ જ્યારે નુસરતને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બંગાળી અભિનેતા યશદાસ ગુપ્તા તેને લેવા માટે ત્યાં આવ્યા હતા. જે બાદ નુસરતને સોશિયલ મીડિયા પર વારંવાર પ્રશ્ન કરવામાં આવ્યો કે તેના પુત્રનો પિતા કોણ છે.
તાજેતરમાં માતા બન્યા બાદ નુસરત જહાં પહેલી વાર મીડિયા સામે આવી હતી. નુસરત જહાંએ કોલકાતામાં સલૂનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મીડિયાએ તેમને ઘણા સવાલો પૂછ્યા. પરંતુ તેના પુત્રના પિતાનું નામ પૂછતાં જ નુસરત ગુસ્સે થઈ ગઈ. નુસરતને તેના પુત્ર યિશાનના પિતાનું નામ પૂછવામાં આવતાં જ નુસરતે આ સવાલ પર નારાજગી વ્યક્ત કરી હતી. એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, તેના પતિનું નામ શું છે? આનો જવાબ આપતાં નુસરતે કહ્યું, 'આ એક ખૂબ જ વિચિત્ર પ્રશ્ન છે. સ્ત્રીને આવો પ્રશ્ન પૂછવો, બાળકના પિતા કોણ છે એ તેના ચારિત્ર્ય પર સવાલ કરવા જેવું છે. તેના પિતા જાણે છે કે તે તેના પિતા છે અને અમે અમારા બાળકની સારી સંભાળ લઈ રહ્યાં છીએ. યશ અને હું સાથે સારો સમય પસાર કરી રહ્યાં છીએ.
અહેવાલો અનુસાર, નુસરતે તેના પુત્રનું નામ યશદાસ ગુપ્તા રાખ્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે તેમને તેમના પુત્રનું સાચું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું, 'આ મારા માટે નવા જીવનની શરૂઆત છે. નુસરતે જણાવ્યું કે તેના પુત્રનું નામ યિશાન છે. જ્યારે મીડિયાએ નુસરતને પૂછ્યું કે તે તેના પુત્રની પહેલી ઝલક ક્યારે બતાવશે, ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે 'તમારે આ બાળકના પિતાને પૂછવું જોઈએ, તે કોઈને પણ તેમના પુત્રને જોવા દેતો નથી.’