Site icon News Continuous Bureau | Mumbai

નિસા ની આ હરકત થી માતા કાજોલ પડી ભોંઠી, સોશિયલ મીડિયા પર બની ટ્રોલિંગ નો શિકાર

મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખૂબ જ ધામધૂમથી શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિઝનેસ જગતથી લઈને બોલિવૂડ અને સ્પોર્ટ્સ સુધીની અનેક મોટી હસ્તીઓ પહોંચી હતી. Jio વર્લ્ડ સેન્ટરમાં સ્થાપિત આ સાંસ્કૃતિક કેન્દ્રના કાર્યક્રમના બીજા દિવસે મોટી હસ્તીઓનો મેળાવડો હતો. આ ઘટનાની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

nysa strange behaviour with mother kajol

નિસા ની આ હરકત થી માતા કાજોલ પડી ભોંઠી, સોશિયલ મીડિયા પર બની ટ્રોલિંગ નો શિકાર

News Continuous Bureau | Mumbai

 ઈવેન્ટના પહેલા દિવસે જ્યાં બોલિવૂડ સેલિબ્રિટીઓએ પોતાના લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, તો બીજા દિવસે પણ આ સ્ટાર્સે પોતાના લુક્સથી ઈવેન્ટ માં ધમાલ કરી હતી. જે તસવીરો સામે આવી રહી છે તે જોઈને લાગે છે કે સેલિબ્રિટીઓએ આ ઈવેન્ટને ઘણી એન્જોય કરી હતી. આ દરમિયાન એક વીડિયો પણ સામે આવ્યો હતો જેના કારણે અજય દેવગનની દીકરીનિસા દેવગન ટ્રોલ થઈ ગઈ હતી.જણાવી દઈએ કે ઈવેન્ટના બીજા દિવસે દીકરી નિસા દેવગન માતા કાજોલ સાથે ઈવેન્ટમાં પહોંચી હતી. આ દરમિયાન મા-દીકરી બંનેએ મીડિયા સામે જોરદાર પોઝ આપ્યા હતા, પરંતુ નિસાના એક કામે તેને તે ટ્રોલર્સ ની ચુંગાલમાં ઘેરી લીધા હતા.

Join Our WhatsApp Channel

 

કાજોલ અને નિસા નો વિડીયો થયો વાયરલ  

મીડિયા સામે કેટલાક પોઝ આપ્યા પછી, જ્યારે કાજોલ અને નિસા બહાર નીકળવા લાગ્યા, ત્યારે નિસા ના સોલો ફોટોની માંગ થઈ. આ પછી, કાજોલ નિસા ને સોલો ફોટો ક્લિક કરવાનું કહે છે, પરંતુ તેણીએ ના પાડી અને ત્યાંથી જતી રહી. આ પછી કાજોલ થોડી પરેશાન દેખાય છે. જેનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

નિસા થઇ ટ્રોલ 

લોકો સતત નિસા  દેવગનને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે નિસા દેવગને મીડિયાની સામે તેની માતા સાથે ગેરવર્તન ન કરવું જોઈએ. નિસા ની આ હરકત જોયા બાદ લોકો તેને અસભ્ય કહી રહ્યા છે. લોકો કહે છે કે અજયે દીકરીનું ધ્યાન રાખવું જોઈએ.નિસા દેવગન સતત પોતાની હરકતોને કારણે ટ્રોલ થઈ રહી છે. લોકો કહે છે કે તે  હંમેશની જેમ નશામાં છે.

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version