Site icon

Orry vs Ibrahim Ali Khan: ઓરીએ ઇબ્રાહિમ અલી ખાનને કર્યો ટ્રોલ, અમૃતા સિંહ વિશે કરેલા નિવેદનથી સોશિયલ મીડિયા પર ખળભળાટ

Orry vs Ibrahim Ali Khan: સારા અલી ખાન અને ઓરી વચ્ચે સોશિયલ મીડિયા પર 'અનફોલો' વોર; એક પોડકાસ્ટમાં ઓરીએ પટૌડી પરિવાર સામે ઝેર ઓક્યું.

Orry Calls Ibrahim 'Besharam' and Claims Amrita Singh Gave Him Trauma

Orry Calls Ibrahim 'Besharam' and Claims Amrita Singh Gave Him Trauma

News Continuous Bureau | Mumbai

Orry vs Ibrahim Ali Khan: બોલિવૂડ સેલિબ્રિટીઝના ફેવરિટ ગણાતા ઓરી અને અભિનેત્રી સારા અલી ખાન વચ્ચેનો વિવાદ હવે વરવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તાજેતરમાં ઓરીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે અમૃતા, સારા અને પલક નામોને સૌથી ખરાબ ગણાવ્યા હતા. આ ઘટના બાદ સારાએ તેને અનફોલો કરી દીધો હતો. હવે ઓરીએ એક પોડકાસ્ટમાં સારાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાનને ‘બેશરમ’ કહીને નવો વિવાદ છેડ્યો છે.પોડકાસ્ટના પ્રોમોમાં જ્યારે ઓરીને પૂછવામાં આવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં સૌથી બેશરમ કોણ છે, ત્યારે તેણે તરત જ ઇબ્રાહિમ અલી ખાનનું નામ લીધું હતું. જોકે, આવું કહેવા પાછળનું કારણ જણાવવાને બદલે તેણે કહ્યું કે, “તેને તારા પોડકાસ્ટ પર બોલાવીને જ પૂછી લે.” આ નિવેદનથી સોશિયલ મીડિયા પર પટૌડી પરિવારના ફેન્સમાં રોષ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Border 2 Box Office Collection Day 4: સની દેઓલની ‘બોર્ડર ૨’ એ ૪ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો વટાવ્યો, પહેલા સોમવારે ₹૫૯ કરોડના ઐતિહાસિક કલેક્શન સાથે નવો રેકોર્ડ

કેવી રીતે થઈ હતી સારા અને ઓરીની દોસ્તી?

 પોતાની દોસ્તીની શરૂઆત વિશે વાત કરતા ઓરીએ જણાવ્યું કે, ‘AskFM’ નામની એપ પર લોકો તેને સારા વિશે ઘણા સવાલો પૂછતા હતા. ત્યારે તેણે ફેસબુક   પર સારાને મેસેજ કર્યો હતો. તેઓ પહેલીવાર ન્યૂયોર્કમાં એક મિત્ર દ્વારા આયોજિત ડિનર પર મળ્યા હતા. ત્યાંથી તેમની મુલાકાતો વધી અને તેઓ સારા મિત્રો બન્યા હતા. જોકે, હવે આ વર્ષો જૂની દોસ્તીમાં તિરાડ પડી ગઈ છે.


એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ઓરીએ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું, “જો હું સારા સાથે દોસ્તીનો ડોળ કરતો રહીશ, તો તેનો અર્થ એ કે હું તે ટ્રોમાને નજરઅંદાજ કરી રહ્યો છું જે તેની માતા અમૃતા સિંહે મને આપ્યો છે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે અમૃતા સિંહે એવું તે શું કર્યું કે તેને ટ્રોમા લાગ્યો, ત્યારે ઓરીએ આ બાબતે વધુ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.વિવાદ વધતા ઓરીએ સારા અલી ખાનને અનફોલો  કરી દીધી છે, જ્યારે તેણે જણાવ્યું કે ઇબ્રાહિમને તો તે વર્ષોથી ફોલો જ કરતો નહોતો. ઓરીએ અગાઉ સારા અલી ખાનના કરિયર પર પણ કટાક્ષ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Arijit Singh’s First Wife:અરિજીત સિંહના રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે પૂર્વ પત્ની લાઈમલાઈટમાં: જાણો કોણ છે રૂપરેખા બેનર્જી અને અત્યારે ક્યાં છે?
Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?
Exit mobile version