Site icon News Continuous Bureau | Mumbai

Orry: સ્ટાર કિડ્સ નો ફેવરેટ ઓરી બન્યો હતો રિજેક્શન નો શિકાર, બોલિવૂડ ની આ સફળ અભિનેત્રી એ પાડી હતી તેની સાથે ફોટો ખેંચવાની ના

Orry:બોલિવૂડ સ્ટાર કિડ્સ નો ફેવરેટ ઓરી કોફી વિથ કરણ ના છેલ્લા એપિસોડ માં જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને ઘણા ખુલાસા કર્યા હતા.આ દરમિયાન તેને જણાવ્યું હતું કે બોલિવૂડ ની સફળ અભિનેત્રી કાજોલે તેની સાથે ફોટો પડાવવાની ના પાડી હતી.

orry confessed that kajol did not allow him to take photo in koffee with karan 8

orry confessed that kajol did not allow him to take photo in koffee with karan 8

News Continuous Bureau | Mumbai

Orry:બોલિવૂડ સેલેબ્સ અને સ્ટારકિડ્સ માં લોકપ્રિય ઓરી કોફી વિથ કરણ 8 માં જોવા મળ્યો હતો. લગભગ દરેક સેલેબ્સ સાથે સેલ્ફી લેતા ઓરી ને કાજોલે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી. આ ઘટના નો ઉલ્લેખ ઓરી એ કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ દરમિયાન કર્યો હતો. 

Join Our WhatsApp Channel

 

ઓરી સાથે ફોટો પડાવવાની કાજોલે પાડી ના 

ઓરી એ કરણ જોહર ને જણાવ્યું હતું કે,“જ્યારે હું ન્યૂયોર્કમાં કોલેજમાં હતો, ત્યારે મારી પ્રથમ નોકરી ‘ચિલ્ડ્રન શૂડ વોશ ધેર હેન્ડ્સ કોન્ફરન્સ’માં પોસ્ટ માટે હતી. ઘણા લોકો નથી જાણતા કે હું કાજોલ નો એટેન્ડન્ટ નંબર 3 હતો અને કદાચ તે પણ આ જાણતી નહોતી. મને લાગે છે કે તે 2013 માં ન્યૂ યોર્કના ધ પિયરમાં થયું હતું.તે ભાષણ આપી રહી હતી અને મેં તેના સુરક્ષા કર્મચારીઓ પાસે ફોટો ખેંચવાની પરવાનગી માંગી, પરંતુ તેણે ના પાડી.” આ સાંભળ્યા પછી કરણે કહ્યું, “આ એક મોટી વિડંબના છે, તેને ખબર નહીં હોય કે આટલા વર્ષોમાં એક દિવસ, તમે તેની પુત્રી (નિસા દેવગન) સાથે લાખો તસવીરોમાં હશો.” ઓરીએ કહ્યું, “હા, જીવનનું વર્તુળ પૂર્ણ થઈ ગયું છે. હું નિસા ને એવી રીતે પ્રેમ કરું છું જાણે તે મારી નાની બહેન હોય.”

આ સમાચાર પણ વાંચો : Kubbra sait Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ શકે છે સેક્રેડ ગેમ્સની કુકુ ની એન્ટ્રી! આપ્યું ફિલ્મ ના આ મહત્વ ના રોલ માટે ઓડિશન

તમને જણાવી દઈએ કે, ઓરી એક સોશિયલ મીડિયા સ્ટાર છે જે ઘણીવાર બોલિવૂડના ઘણા મોટા દિગ્ગજો સાથે પાર્ટી કરતી જોવા મળે છે. તે સ્ટાર કિડ્સ નો ફેવરિટ છે. 

Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Salman Khan Bigg Boss Hosting આ અઠવાડિયે ‘બિગ બોસ’ હોસ્ટ નહીં કરે સલમાન ખાન આ અભિનેતા સંભાળશે ‘વીકેન્ડ કા વાર’ની કમાન…
Exit mobile version