News Continuous Bureau | Mumbai
Orry: બોલિવૂડ સ્ટાર કિડ્સનો બેસ્ટ ફ્રેન્ડ ઓરી હાલમાં બિગ બોસ 17 ને લઈને ચર્ચામાં છે. ઓરીએ તાજેતરમાં જ બિગ બોસના ઘરમાં વાઈલ્ડ કાર્ડ તરીકે પ્રવેશ કરીને હલચલ મચાવી છે. સલમાન ખાન સહિત દરેક લોકો જાણવા માંગે છે કે ઓરી આટલા પૈસા ક્યાંથી કમાય છે. સલમાન ખાને બિગ બોસ ના મંચ પર ઓરી ને આ સવાલ પૂછ્યો હતો ત્યારે ઓરી નો જવાબ સાંભળી ને સલમાન ખાન પણ ચોંકી જાય છે. તો ચાલો જાણીયે ઓરી આટલા પૈસા કેવી રીતે કમાય છે.
ઓરી ની કમાણી
બિગ બોસ ના મંચ પર સલમાન ખાને પૂછ્યું કે શું તને પાર્ટી માં જવાના પૈસા મળે છે તો ઓરીએ સલમાન ખાનને કહ્યું ‘મને પાર્ટીઓમાં જવા માટે પૈસા નથી મળતા. લોકો કહે છે કે મારા લગ્નમાં આવો અને મારી સાથે આ રીતે પોઝ આપો, મારી પત્નીને પોઝ આપો, મારા બાળકને પોઝ આપો અને પછી ફોટો મૂકો. તેના માટે મને 20 થી 30 લાખ રૂપિયા મળે છે. એક રાતમાં.’ આ સાંભળીને સલમાન ખાન વિચારમાં પડી જાય છે. તે કહે છે, ‘કંઈક સીખ સલમાન ખાન, દુનિયા ક્યાં થી ક્યાં પહોંચી ગઈ છે. હું વિચારી રહ્યો છું કે હું આ બધું કેમ નથી કરતો. સેલ્ફી લેવાના 20 થી 30 લાખ રૂપિયા.
આ પછી સલમાન ઓરીને પૂછે છે કે આમાં તેમેને શું ફાયદો છે? આના પર ઓરી સલમાન ખાન ને સમજાવે છે કે,’ તેઓ કહે છે કે હું તેમની ઉંમરને સ્પર્શ કરું છું પછી, મારા હાથ લગાવવાથી તેમની ઉંમર ઘટે છે જેમ કે તે 28-22 થઈ જાય છે, 38-32 થઈ જાય છે. જેવી યુવાની મારા હાથ અને જીવનમાંથી આવે છે અને જ્યારે ફોટા પોસ્ટ કરવામાં આવે છે ત્યારે તે મસ્ત બની જાય છે. આ સાંભળીને સલમાન કહે છે કે જો ઓરી જી તેનો હાથ અડે તો ઉંમર ઓછી થઈ જાય છે. આ અંગે ઓરી એમ પણ કહે છે કે જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. જેમ કે પેટ પર હાથ રાખો તો ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાંભળીને સલમાન કહે છે આને બોલાવી લો ભાઈ’.
આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor and Orry: જ્હાનવી કપૂર સાથે ઓરી ને ડાન્સ કરતો જોઈ અભિનેત્રી ના કથિત બોયફ્રેન્ડ ને થઇ જલન! કોમેન્ટમાં લખી આવી વાત
