Site icon

જે લોકો ને ઓસ્કાર નથી મળતો તે લોકોને મળે છે 1 કરોડની બેગ, જાણો શું હોય છે તેની અંદર

શોના હોસ્ટ, શ્રેષ્ઠ દિગ્દર્શક, અભિનેત્રી, અભિનેતા, શ્રેષ્ઠ સહાયક અભિનેતા-અભિનેત્રીને ઓસ્કાર ગિફ્ટ બેગ આપવામાં આવે છે. ભેટ પ્રાપ્ત કરનારા લોકોને ભેટને નકારવાનો સંપૂર્ણ અધિકાર છે. આ ગિફ્ટ બેગ દરેક વ્યક્તિને આપવામાં આવે છે જે ઓસ્કારમાં નોમિનેટ થાય છે. આ વર્ષે તેની કિંમત $126,000 એટલે કે લગભગ રૂ. 1 કરોડ આંકવામાં આવી છે.

oscar 2023 awards nominees gets gift bag worth rupees 1 crore

જે લોકો ને ઓસ્કાર નથી મળતો તે લોકોને મળે છે 1 કરોડની બેગ, જાણો શું હોય છે તેની અંદર

News Continuous Bureau | Mumbai

ઓસ્કાર એવોર્ડ જેને મળે, એ સુવર્ણ પ્રતિમા લઈને ઘરે જાય છે, પરંતુ વિશ્વના આ સૌથી મોટી ઇવેન્ટ માંથી કોઈ ખાલી હાથે નથી જતું. ઓસ્કારની આ સૌથી મોટી ખાસ વાત છે. દર વર્ષે ઓસ્કારમાં નોમિનેશન મેળવનાર દરેક વ્યક્તિને એક ખાસ ભેટ આપવામાં આવે છે. આ ગિફ્ટ બેગની કિંમત કરોડોમાં છે. પરંતુ શું તમે જાણો છો કે આ બેગમાં કઈ ખાસ વસ્તુઓ શામેલ છે, જેના કારણે તે આટલી મોંઘી થઈ જાય છે. ચાલો તમને જણાવીએ.

Join Our WhatsApp Community

 

 કરોડો ની ગિફ્ટ આપવામાં આવે છે. . 

હવે આ મનોરંજનની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ છે, તો સ્વાભાવિક છે કે આ ભેટ પણ કંઈક ખાસ હશે. આ ગિફ્ટ બેગ દરેક વ્યક્તિને આપવામાં આવે છે જે ઓસ્કારમાં નોમિનેટ થાય છે. આ વર્ષે તેની કિંમત $126,000 આંકવામાં આવી છે, જે એક કરોડની નજીક છે. ઓસ્કરના આયોજકો આ ગિફ્ટ બેગ માટે એક પણ રૂપિયો ખર્ચતા નથી, પરંતુ લોસ એન્જલસ સ્થિત માર્કેટિંગ કંપની ડિસ્ટિંક્ટિવ એસેટ દ્વારા તેના વતી ઓસ્કાર ગિફ્ટ બેગનું વિતરણ કરવામાં આવે છે.

 

 જાણો બેગ માં શું હોય છે. 

આ બેગમાં વિવિધ પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સ અને લાઈફસ્ટાઈલ ગિફ્ટ્સ, લક્ઝરી વેકેશન પેકેજ સહિત 60થી વધુ વસ્તુઓ હોય છે. ઉપરાંત, 40,000 ડોલર એટલે કે લગભગ 33 લાખની કિંમતની કેનેડિયન ગેટવે કીટ હોય છે. નોમિનેટેડ લોકોને લક્ઝરી વેકેશન પાસ દ્વારા ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડ અને ઇટાલિયન લાઇટ હાઉસમાં 8 લોકો માટે રહેવાની તક પણ મળે છે.બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ તેના ઘરનું નવીનીકરણ કરવા માંગે છે, તો પણ તે મેસન કન્સ્ટ્રક્શન દ્વારા $25000 એટલે કે લગભગ 21 લાખ રૂપિયામાં તે કરાવી શકે છે. આ ભેટમાં કેટલીક કાયાકલ્પ પ્રક્રિયાઓનો પણ સમાવેશ થાય છે, જે કથિત રીતે પેકેજનો એક ભાગ છે. લિપો આર્મ સ્કલ્પટિંગ, હેર રિસ્ટોરેશન સર્વિસિસ અને ફેસલિફ્ટનો આમાં સમાવેશ થાય છે. ભેટમાં સમાવિષ્ટ 50 ટકા વસ્તુઓ મહિલાઓ અને લઘુમતી કંપનીઓ તરફથી આવે છે. આ વર્ષે ભેટ હવાઇયન સૂટકેસમાં વિતરિત કરવામાં આવી હતી.

 

કોને મળે છે ભેટ 

આ ઓસ્કાર ગિફ્ટ બેગ શોના હોસ્ટ, શ્રેષ્ઠ દિગ્દર્શક, અભિનેત્રી, અભિનેતા, શ્રેષ્ઠ સહાયક અભિનેતા-અભિનેત્રીને આપવામાં આવે છે. ભેટ પ્રાપ્ત કરનારા લોકોને ભેટને નકારવાનો સંપૂર્ણ અધિકાર છે. જો અહેવાલોનું માનીએ તો ગયા વર્ષે અભિનેતા ડેન્ઝેલ વોસિંગ્ટન અને જેકે સિમોન્સે આ ભેટ ચેરિટીને આપી હતી. તે જ સમયે, 2006 માં, જ્યોર્જ ક્લૂનીને પણ ભેટ નું ઓક્શન કર્યું હતું, જેમાંથી પ્રાપ્ત થયેલી રકમ દાનમાં આપવામાં આવી હતી. જો કે, નોમિનીને ભેટો મફત આપવામાં આવે છે. પરંતુ આ ભેટ મેળવનારાઓએ સરકારને ટેક્સ તરીકે રકમ ચૂકવવી પડે છે. .

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version