Site icon

Oscar 2024: ઓસ્કાર નોમિનેશન માંથી બહાર થઇ 12મી ફેલ,ભારતના ગામડા પર આધારિત આ ડોક્યુમેન્ટરી ફિલ્મ ની થઇ ધમાકેદાર એન્ટ્રી

Oscar 2024: ઓસ્કર માટેના નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભારતને કોઈ નોમિનેશન મળ્યું નથી.બેસ્ટ પિક્ચર નોમિનેશનમાં ચૂકી જવા છતાં, ભારત આધારિત ડોક્યુમેન્ટરી ફીચર ટુ કીલ અ ટાઈગરને 96માં ઓસ્કારમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.

oscar 2024 nominated best documentry feature nisha pahuja to kill a tiger

oscar 2024 nominated best documentry feature nisha pahuja to kill a tiger

News Continuous Bureau | Mumbai

Oscar 2024: એક નાનકડા ભારતીય ગામ પર આધારિત ‘ટુ કિલ અ ટાઈગર’ને એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર માટે નામાંકિત કરવામાં આવી હતી. પહુજા ટોરોન્ટો સ્થિત એમી-નોમિનેટેડ ફિલ્મ નિર્માતા પણ છે.ટુ કિલ અ ટાઈગરનું દિગ્દર્શન દિલ્હીની નિશા પાહુજાએ કર્યું છે. હાલમાં તે ટોરોન્ટોમાં રહે છે. આ ફિલ્મે અગાઉ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં બેસ્ટ કેનેડિયન ફીચર ફિલ્મ માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ જીત્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 ના ટોપ ફાઈવ કન્ટેસ્ટન્ટ ના નામ આવ્યા સામે, ફિનાલે પહેલા બહાર થયો આ સ્ટ્રોંગ સ્પર્ધક

 ટુ કિલ અ  ટાઇગર ની વાર્તા 

આ ફીચર રણજીત ની ન્યાય માટેની લડત પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ‘ટુ કીલ અ ટાઈગર’ ઝારખંડના એક ગામમાં 13 વર્ષની છોકરીના જાતીય શોષણની વાર્તા છે. એક પિતા જે પોતાની પુત્રી પર જાતીય શોષણ કરનારા ત્રણ લોકોને સજા અપાવવા માટે સમગ્ર સમાજ સામે લડે છે. પોતાની પુત્રીને ન્યાય અપાવવા પિતા રણજીત પોલીસ સ્ટેશને જાય છે અને એફઆઈઆર દાખલ કર્યા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. આટલે થી  રણજીતની તકલીફો અટકતી નથી. ગ્રામજનો અને આગેવાનો કેસ પરત કરવા માટે તેમના પર ઘણું દબાણ લાવવાનો પ્રયાસ કરે છે. તે પોતાની પુત્રીને ન્યાય અપાવવા માટે કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે, આ ડોક્યુમેન્ટરી એ જ વાર્તા કહે છે.


 

આ ફિલ્મનું નિર્માણ કોર્નેલિયા પ્રિન્સિપે અને ડેવિડ ઓપેનહેમ દ્વારા કરવામાં આવ્યું છે. ટુ કિલ અ ટાઈગર એ ઓસ્કાર એવોર્ડ 2024માં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી ફીચર માટે નોમિનેશન જીત્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version