Site icon News Continuous Bureau | Mumbai

Oscar 2025: ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા ની ‘અનુજા’ ને મળી ઓસ્કારમાં એન્ટ્રી, જાણો શું છે શોર્ટ ફિલ્મ ની વાર્તા

Oscar 2025: ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત ફિલ્મ 'અનુજા'ને ઓસ્કાર 2025 માં શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મની શ્રેણી માટે નોમિનેશન મળ્યું છે.તો ચાલો જાણીયે શું છે આ શોર્ટ ફિલ્મ ની વાર્તા

oscar 2025 priyanka chopra and guneet moonga short film anuja nominated for academy award

oscar 2025 priyanka chopra and guneet moonga short film anuja nominated for academy award

News Continuous Bureau | Mumbai 

Oscar 2025: ઓસ્કાર નોમિનેશનની યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં ગુનીત મોંગા અને પ્રિયંકા ચોપરા દ્વારા નિર્મિત ફિલ્મ ‘અનુજા’એ શ્રેષ્ઠ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ શ્રેણીમાં નોમિનેશન મળ્યું છે. તમને જાણવી દઈએ કે આ ફિલ્મ માં બાદમાં પ્રિયંકા ચોપરા એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે જોડાઈ. તો ચાલો જાણીયે શું છે આ શોર્ટ ફિલ્મ ની વાર્તા 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Jannat Zubair: માત્ર શાહરુખ ખાન જ નહીં આ સ્ટાર્સ ને પણ પાછળ છોડી આગળ નીકળી 23 વર્ષ ની ટીવી અભિનેત્રી જન્નત ઝુબૈર, જાણો શું છે સમગ્ર મામલો

અનુજા ની વાર્તા 

‘અનુજા’ ફિલ્મની વાર્તા 9 વર્ષની છોકરી અનુજા વિશે છે. તે દિલ્હીમાં એક કાપડના કારખાનામાં કામ કરે છે. તે બાળ મજૂર છે. અનુજાને અચાનક શાળાએ પાછા જવાની તક મળે છે, પરંતુ બદલામાં તેને તેના જીવન વિશે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે છે. આ નિર્ણયની અસર અનુજા અને તેની બહેનના ભવિષ્ય સાથે જોડાયેલી છે. આ ફિલ્મ બે બહેનો વચ્ચેના સંબંધ અને તેમના પ્રેમને પણ દર્શાવે છે. તેમના જીવનને સુધારવાનો નિર્ણય તેમના સંબંધોની કસોટી કેવી રીતે કરે છે તે પણ ટૂંકી ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. આ સાથે, શોર્ટ ફિલ્મ ‘અનુજા’ એ પણ જણાવે છે કે આપણા દેશમાં આજે પણ છોકરીઓને કેવી રીતે સંઘર્ષ કરવો પડે છે.


ફિલ્મ ‘અનુજા’ માં સજદા પઠાણે બાળ મજૂર અનુજા ની ભૂમિકા ભજવી છે. આ છોકરી વાસ્તવિક જીવનમાં અનાથ છે. સલામ બાલક ટ્રસ્ટમાં રહેતી આ છોકરીને ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે પસંદ કરવામાં આવી હતી. સજદાએ અગાઉ ‘બ્રેડ’ નામની ફિલ્મમાં કામ કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

RJ Mitte Passes Away વોલ્ટર વ્હાઇટ જુનિયર’ નું પાત્ર ભજવનાર સ્ટાર આરજે મિટ્ટેનું નિધન; ૩૪ વર્ષની નાની વયે અંતિમ શ્વાસ લીધા
Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Exit mobile version