ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,8 જાન્યુઆરી 2022
શનિવાર
હોલિવુડના અભિનેતા સિડની પોઈટિયરનું 94 વર્ષની ઉંમરે અવસાન થયું છે.
‘લિલી ઓફ ધ ફીલ્ડ’માં અભિનયને લઈ તેમને બેસ્ટ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.
ઓસ્કર અવોર્ડ જીતનારા તેઓ પ્રથમ બ્લેક એટલે કે અશ્વેત અભિનેતા હતા.
સાથે જ તેઓ ફિલ્મોમાં કોઈ શ્વેત કલાકારને થપ્પડ મારનારા પ્રથમ અશ્વેત અભિનેતા હતા
તેમણે વંશીય અવરોધોને તોડ્યા હતા અને નાગરિક અધિકાર આંદોલન દરમિયાન એક પેઢીને ઈન્સ્પાયર કરી હતી.
