Site icon

Oscars 2026: ઓસ્કારમાં ભારતનો ડંકો: ‘હોમબાઉન્ડ’ નેક્સ્ટ રાઉન્ડમાં ક્વોલિફાઈ, શું ભારત આ વખતે ઈતિહાસ રચશે?

Oscars 2026: ૯૮ વર્ષના ઈતિહાસમાં શોર્ટલિસ્ટ થનારી ભારતની માત્ર પાંચમી ફિલ્મ; ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા સ્ટારર આ ફિલ્મ ૧૫ દેશોની ફિલ્મો સાથે ટકરાશે.

Oscars 2026: India’s 'Homebound' moves to the next round in International Feature Film category

Oscars 2026: India’s 'Homebound' moves to the next round in International Feature Film category

News Continuous Bureau | Mumbai

Oscars 2026: ભારતીય સિનેમા માટે ગર્વના સમાચાર સામે આવ્યા છે. ઓસ્કાર ૨૦૨૬ માટે ભારત તરફથી અધિકૃત રીતે મોકલવામાં આવેલી ફિલ્મ ‘હોમબાઉન્ડ’ (Homebound) હવે એક ડગલું આગળ વધી છે. એકેડેમી એવોર્ડ્સ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, ‘હોમબાઉન્ડ’ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં વોટિંગના આગામી રાઉન્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિશ્વભરમાંથી પસંદ કરાયેલી ૧૫ ફિલ્મોમાં ભારતની આ ફિલ્મે સ્થાન મેળવ્યું છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Oscar 2026: મરાઠી સિનેમાનો વૈશ્વિક ડંકો: ફિલ્મ ‘દશાવતાર’ ઓસ્કાર ૨૦૨૬ની રેસમાં સામેલ; ૧૫૦ ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવનારી પહેલી મરાઠી ફિલ્મ

૯૮ વર્ષના ઈતિહાસમાં પાંચમી વખત ભારતનું નામ

 ‘હોમબાઉન્ડ’ એ ઓસ્કારના ૯૮ વર્ષના ઈતિહાસમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ માટે શોર્ટલિસ્ટ થનારી ભારતની માત્ર પાંચમી ફિલ્મ બનીને ઈતિહાસ રચી દીધો છે. આ કેટેગરીમાં ભારતની સાથે આર્જેન્ટિના, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોની ફિલ્મો પણ રેસમાં છે. ઓસ્કારના અંતિમ નામાંકન ની જાહેરાત ગુરુવાર, ૨૨ જાન્યુઆરીએ કરવામાં આવશે.


હવે પછીના રાઉન્ડમાં આ ૧૫ ફિલ્મોમાંથી માત્ર ૫ ફિલ્મોની જ અંતિમ નામાંકન માટે પસંદગી કરવામાં આવશે. જો ‘હોમબાઉન્ડ’ આ પાંચમાં સ્થાન મેળવશે તો ભારતને ઓસ્કાર જીતવાની મોટી તક મળી શકે છે. એકેડેમીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ૧૫ ફિલ્મોની યાદી શેર કરી છે, જેનાથી ભારતીય ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
‘Bhabiji Ghar Par Hain’: હવે મોટા પડદા પર જામશે કોમેડીનો રંગ: ‘ભાભી જી ઘર પર હૈ…’ ફિલ્મનું પોસ્ટર રિલીઝ, જાણો ક્યારે આવશે થિયેટરમાં
‘Tu Yaa Main’ Teaser: શનાયા કપૂરની ફિલ્મ ‘તૂ યા મૈં’નું ટીઝર રિલીઝ: મોત સામેની જંગમાં જોવા મળશે રોમાંચ, વેલેન્ટાઈન ડે પર શાહિદ કપૂર સાથે થશે ટક્કર
Exit mobile version