Site icon News Continuous Bureau | Mumbai

Oscars 2026 Winners List: ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ: એકસાથે જીત્યા અધધ આટલા એવોર્ડ, જાણો કઈ કેટેગરીમાં મારી બાજી અને ક્યાં ચૂકી ગઈ ફિલ્મ

પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ બની 98મા ઓસ્કારની વિજેતા: લિયોનાર્ડો ડિકાપ્રિયો સ્ટારર ફિલ્મે ઇતિહાસ રચ્યો, ભારતીય મૂળની ગીતા ગંધભીરને લાગ્યો આંચકો.

Oscars 2026 Winners List ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ એકસાથે જીત્યા અધધ આટલા

Oscars 2026 Winners List ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ એકસાથે જીત્યા અધધ આટલા

News Continuous Bureau | Mumbai
Oscars 2026 Winners List વર્ષ 2026 ના ઓસ્કાર એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. આ વર્ષે જે ફિલ્મે સૌથી વધુ ચર્ચા જગાવી છે તે છે અમેરિકન ફિલ્મમેકર પોલ થોમસ એન્ડરસનની એક્શન-થ્રિલર ફિલ્મ ‘વન બેટલ આફ્ટર અનધર’ (One Battle After Another). આ ફિલ્મે કુલ 6 એકેડમી એવોર્ડ્સ પોતાના નામે કરીને વર્ષની સૌથી સફળ ફિલ્મનું બહુમાન મેળવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મને ‘સિનાર્સ’ (Sinners) કરતા ઓછા નોમિનેશન મળ્યા હોવા છતાં, તે એવોર્ડ જીતવામાં આગળ રહી છે.જાન્યુઆરીમાં જાહેર થયેલા નોમિનેશન્સમાં આ ફિલ્મને 13 કેટેગરીમાં સ્થાન મળ્યું હતું, જેમાંથી 6 માં તેણે જીત હાંસલ કરી છે. જ્યારે 16 નોમિનેશન મેળવનાર ‘સિનાર્સ’ માત્ર 4 એવોર્ડ જ જીતી શકી હતી.

આ 6 કેટેગરીમાં જીત્યા એવોર્ડ

‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે નીચે મુજબની કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે:
શ્રેષ્ઠ ફિલ્મ (Best Picture)
શ્રેષ્ઠ દિગ્દર્શક (Best Director) – પોલ થોમસ એન્ડરસન
શ્રેષ્ઠ સહાયક અભિનેતા (Best Supporting Actor) – શૉન પેન
શ્રેષ્ઠ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે (Best Adapted Screenplay)
શ્રેષ્ઠ ફિલ્મ એડિટિંગ (Best Film Editing)
શ્રેષ્ઠ કાસ્ટિંગ (Best Casting)
નોંધનીય છે કે, ‘બેસ્ટ કાસ્ટિંગ’ કેટેગરીની શરૂઆત આ વર્ષે જ ઓસ્કારમાં કરવામાં આવી છે, અને આ એવોર્ડ જીતનારી આ પ્રથમ ફિલ્મ બની ગઈ છે.

Join Our WhatsApp Channel

આ બે મોટા એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી ફિલ્મ

ભલે આ ફિલ્મે 6 એવોર્ડ જીત્યા હોય, પરંતુ તે બે સૌથી મહત્વપૂર્ણ એવોર્ડ્સ – શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રી – જીતવામાં નિષ્ફળ રહી છે. શ્રેષ્ઠ અભિનેતા (Best Actor) નો એવોર્ડ ફિલ્મ ‘સિનાર્સ’ માટે માઈકલ બી. જોર્ડને જીત્યો છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી (Best Actress) નો ખિતાબ ફિલ્મ ‘હેમનેટ’ (Hamnet) માટે જેસી બકલેએ પોતાના નામે કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : S Jaishankar on Hormuz Strait: દુનિયા અટકી પણ ભારત ચાલ્યું! હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય જહાજોને કેમ કોઈ નથી રોકતું? એસ. જયશંકરે કૂટનીતિનો કર્યો મોટો ખુલાસો.

ક્યાં જોઈ શકાશે આ ફિલ્મ?

લિયોનાર્ડો ડિકાપ્રિયો આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ થોમસ પિંચનની નોવેલ ‘વાઈનલેન્ડ’ પર આધારિત છે. જો તમે હજુ સુધી આ ફિલ્મ નથી જોઈ, તો તમે તેને OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર જોઈ શકો છો, જ્યાં તે ગયા મહિનાથી જ સ્ટ્રીમ થઈ રહી છે. બીજી તરફ, ભારત માટે આ વર્ષના ઓસ્કાર નિરાશાજનક રહ્યા છે, કારણ કે ગીતા ગંધભીરની બંને નોમિનેટેડ ફિલ્મો એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી છે.

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version