Site icon News Continuous Bureau | Mumbai

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે

‘Oye Oye’ Song Trivia: આંતરરાષ્ટ્રીય પોપ બેન્ડના ગીતમાંથી પ્રેરિત હતી ‘તિરછી ટોપી વાલે’ની ધૂન; અભિનેત્રી સોનમે ગીતના શૂટિંગ વખતની જૂની યાદો તાજી કરી.

‘Oye Oye’ Song Trivia: Was the original ‘Tridev’ song also a copy? Interesting facts emerge amid ‘Dhurandhar 2’ controversy.

‘Oye Oye’ Song Trivia: Was the original ‘Tridev’ song also a copy? Interesting facts emerge amid ‘Dhurandhar 2’ controversy.

News Continuous Bureau | Mumbai

 ‘Oye Oye’ Song Trivia: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’માં જ્યારે ‘તિરછી ટોપી વાલે’ ગીત વાગ્યું, ત્યારે 90ના દાયકાના પ્રેક્ષકોમાં જૂની યાદો તાજી થઈ ગઈ. જોકે, હાલમાં આ ગીત કોપીરાઈટના વિવાદમાં ફસાયું છે અને દિલ્હી હાઈકોર્ટમાં તેની સુનાવણી ચાલી રહી છે. આ કાયદાકીય વિવાદની વચ્ચે, 1989માં આવેલી ફિલ્મ ‘ત્રિદેવ’ના આ ઓરિજનલ ગીત વિશે કેટલીક ચોંકાવનારી વાતો સામે આવી છે.જ્યારે ‘ત્રિદેવ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તેનું ગીત ‘ઓયે-ઓયે’ આખા દેશમાં ગાજ્યું હતું. પરંતુ, તે સમયે પણ સંગીત નિર્દેશકો પર ધૂન ચોરીનો આરોપ લાગ્યો હતો. રિપોર્ટ્સ મુજબ, આ ગીતની શરૂઆતની ટ્યૂન વિદેશી પોપ બેન્ડના પ્રખ્યાત ગીત ‘રિધમ ઈઝ ગોના ગેટ યુ’ (Rhythm Is Gonna Get You) માંથી બેઠી કોપી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1

શું ‘ઓયે-ઓયે’ પણ કોપી હતું?

મજેદાર વાત એ છે કે અત્યારે જ્યારે ‘ધુરંધર 2’ ના કારણે વિવાદ શરૂ થયો છે, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ‘ત્રિદેવ’ના ઓરિજનલ ગીત અને આંતરરાષ્ટ્રીય બેન્ડના ગીતની તુલના કરી રહ્યા છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે જે ગીતના કોપીરાઈટ માટે અત્યારે લડાઈ ચાલી રહી છે, તે પોતે જ વર્ષો પહેલા પ્રેરિત કે કોપી કરેલું હતું. કલ્યાણજી-આણંદજી અને વિજુ શાહે આ ગીતનું સંગીત આપ્યું હતું.


આ ગીત નસીરુદ્દીન શાહ અને અભિનેત્રી સોનમ પર ફિલ્માવવામાં આવ્યું હતું. સોનમે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, તે આ ગીત માટે પહેલી પસંદ નહોતી. શૂટિંગના પહેલા જ દિવસે આ ગીત શૂટ થયું હતું. સોનમે લખ્યું કે, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ ગીત આટલું હિટ થશે. મારા ડ્રાઈવરે મને કહ્યું હતું કે લોકો રસ્તાઓ પર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એકબીજાને ‘ઓયે-ઓયે’ કહીને બોલાવે છે.”આ આઈકોનિક ગીત કિશોર કુમારના પુત્ર અમિત કુમાર અને સપના મુખર્જીએ ગાયું છે. ગીતના શબ્દો પ્રખ્યાત ગીતકાર આનંદ બક્ષીએ લખ્યા હતા. ગીત એટલું લોકપ્રિય થયું હતું કે તે સમયે લોકોમાં તેની ધૂન અને ‘ઓયે-ઓયે’ હૂક લાઈન ક્રેઝ બની ગઈ હતી. આજે 37 વર્ષ પછી પણ ‘ધુરંધર 2’ ના કારણે આ ગીત ફરી એકવાર ચર્ચામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version