Site icon News Continuous Bureau | Mumbai

Pakistan Banned Indian Songs: પાકિસ્તાની કલાકારો ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક થતા બોખલાયું પાકિસ્તાન, આ રીતે લીધો ભારત સામે બદલો

Pakistan Banned Indian Songs: પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશન એ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં ભારતીય ગીતો હવે FM રેડિયો સ્ટેશન્સ પર નહીં વગાડવામાં આવે.

Pakistan bans Indian songs on FM radio stations after Pahalgam terror attack.

Pakistan bans Indian songs on FM radio stations after Pahalgam terror attack.

News Continuous Bureau | Mumbai

Pakistan Banned Indian Songs:  22 એપ્રિલ ના રોજ જમ્મુ-કાશ્મીર  ના પહલગામ વિસ્તારમાં  આતંકવાદીઓ દ્વારા 26 નિર્દોષ લોકો   ની હત્યા કરવામાં આવી હતી. આ હુમલામાં 60 થી વધુ લોકો ઘાયલ થયા હતા.જે બાદ ભારત સરકારે કડક કાર્યવાહી કરી અને ઘણા મોટા નિર્ણયો લીધા. તાજેતરમાં, ભારત સરકારે ભારતમાં હાનિયા આમિર અને માહિરા ખાનના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ બ્લોક કર્યા છે. ભારતને પગલે હવે પાકિસ્તાન સરકારે એક મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાન સરકારે પોતાના દેશમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂક્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Rakhi Sawant: પૈસા કમાવવા રાખી સાવંત બેંગકોક માં કરી રહી છે આવું કામ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ડ્રામા ક્વીન નો વિડીયો

પાકિસ્તાનમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ કેમ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન સરકારે 1 મેના રોજ એક સૂચના બહાર પાડી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં ભારતીય ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ માહિતી આપતાં પાકિસ્તાન બ્રોડકાસ્ટર્સ એસોસિએશને કહ્યું, ‘હવે પાકિસ્તાની એફએમ રેડિયો સ્ટેશનો પર ભારતીય ગીતો વગાડવામાં આવશે નહીં.’ આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન સરકારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.


 

તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેના દ્વારા ભારતને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાન સરકાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version