Site icon News Continuous Bureau | Mumbai

Jawan: ભારત ના પાડોશી દેશો પર પણ ચઢ્યો જવાન નો રંગ, પાકિસ્તાન ની આ ફેમસ અભિનેત્રી એ કર્યો શાહરુખ ખાન ની ફિલ્મ ના ગીત પર ડાન્સ, જુઓ વિડીયો

Jawan: પાકિસ્તાન ની ફેમસ અને સુંદર અભિનેત્રી હાનિયા આમિરે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ‘જવાન’ ફિલ્મના ગીત ‘ચલેયા’ પર ડાન્સ કરી રહી છે.

pakistani actress hania aamir dances on shahrukh khan film jawan chaleya song

pakistani actress hania aamir dances on shahrukh khan film jawan chaleya song

News Continuous Bureau | Mumbai

Jawan: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ જવાન ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. શાહરુખ ખાન ના ફેન્સ ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. ભારત ના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શાહરુખ ખાન ના લાખો ચાહકો છે. ત્યાં તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવે છે. આ દિવસોમાં ફિલ્મ ‘જવાન’ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મ જવાન ના ગીતો નો પણ ચાહકો માં ક્રેઝ જોવા મળી રહ્યો છે.’જવાન’નું ગીત ‘ચલેયા’ બધાનું ફેવરિટ ગીત બની ગયું છે. અને કેટલાય લોકો એ આ ગીત પર વિડીયો બનાવ્યા છે. હવે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર પણ આ ગીત પર પોતાની જાત ને ડાન્સ કરતા રોકી શકી નથી. તે મિત્રો સાથે ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.

Join Our WhatsApp Channel

 

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરે કર્યો જવાન ના ગીત પર ડાન્સ 

પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર શાહરુખ ખાન ની ફેન છે. હાલમાં તેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વિડીયો શેર કર્યો છે જેમાં તે શાહરુખ ખાન ની ફિલ્મ જવાન ના ગીત ચલેયા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં હાનિયા ‘ચલેયા’ ગીત પર ડાન્સ કરી રહી છે. તેણે સફેદ ટોપ અને પિંક કલરનો પાયજામા પહેર્યો છે. તે ટીવીની સામે ડાન્સ કરી રહી છે જ્યારે ટીવી પર ‘ચલેયા’ ગીત વાગી રહ્યું છે.

શાહરુખ ખાન ની ફિલ્મ જવાન નું કલેક્શન 

શાહરુખ  ની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઇ હતી. આ સાથે ‘જવાન’ અત્યાર સુધીની ચોથી સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે.એટલી નિર્દેશિત ફિલ્મ જવાન ફિલ્મે માત્ર હિન્દી ભાષામાં જ 492 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વિશ્વભરમાં આ આંકડો 1000 કરોડને પાર થવાનો છે.

આ સમાચાર પણ વાંચો: ફિલ્મ ડંકી ના શૂટિંગ માટે કાશ્મીર પહોચ્યો હતો શાહરુખ ખાન, આ રીતે થયું હતું તેનું સ્વાગત

Jailer 2 Advance Booking ‘જેલર 2’ ના અત્યાર સુધીમાં 38 હજારથી વધુ ટિકિટો વેચાયા બોક્સ ઓફિસ પર ધૂમ એડવાન્સ બુકિંગ, શું ‘જના નાયકન’ નો રેકોર્ડ જોખમમાં?
Shekhar Tonite Finale Cancelled દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ શેખર સુમનનો મોટો નિર્ણય; ‘Shekhar Tonight’ સીઝન૧ નો છેલ્લો એપિસોડ રદ
Ranbir Kapoor Ramayana Release Date Changed રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ની રિલીઝ ડેટ ફરી બદલાઈ જાણો ભારતમાં ક્યારે થશે પ્રદર્શિત?
Nana Patekar 5 Bollywood Friends નાના પાટેકરે ગણાવ્યા હતા બોલીવૂડના પોતાના 5 ખાસ મિત્રો અંતિમ સંસ્કારમાં પહોંચ્યો માત્ર 1, સિનેમા જગતની કડવી વાસ્તવિકતા
Exit mobile version