Site icon News Continuous Bureau | Mumbai

Mera Lyari Movie Flop| ભારતીય ફિલ્મની ટક્કરમાં પાકિસ્તાને બનાવી ફિલ્મ, પણ રિઝલ્ટ જોઈને માથું પકડી લેશો! જાણો કેમ ‘મેરા લ્યારી’ ને જોવા ન મળ્યા ૨૫ પ્રેક્ષકો પણ

Mera Lyari Movie Flop| લ્યારીની છબી સુધારવા બનાવેલી ફિલ્મ પહેલા જ દિવસે થિયેટરોમાંથી હટાવવી પડી; સ્પાય થ્રિલર નહીં પણ ફૂટબોલ અને છોકરીઓના સંઘર્ષની વાર્તા હોવા છતાં દર્શકોએ નકારી.

Mera Lyari Movie Flop| ભારતીય ફિલ્મની ટક્કરમાં પાકિસ્તાને બનાવી ફિલ્મ, પણ રિઝલ્ટ જોઈને માથું પકડી લેશો! જાણો કેમ 'મેરા લ્યારી' ને જોવા ન મળ્યા ૨૫ પ્રેક્ષકો પણ

Mera Lyari Movie Flop| ભારતીય ફિલ્મની ટક્કરમાં પાકિસ્તાને બનાવી ફિલ્મ, પણ રિઝલ્ટ જોઈને માથું પકડી લેશો! જાણો કેમ 'મેરા લ્યારી' ને જોવા ન મળ્યા ૨૫ પ્રેક્ષકો પણ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mera Lyari Movie Flop| ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ના જવાબ તરીકે જોવામાં આવતી પાકિસ્તાની ફિલ્મ ‘મેરા લ્યારી’ (Mera Lyari) બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ છે. ૮ મેના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને લઈને પાકિસ્તાની મીડિયામાં એવા અહેવાલો વહેતા થયા છે કે પહેલા જ દિવસે માત્ર ૨૨ ટિકિટ વેચાઈ હતી, જેના કારણે અનેક થિયેટરોમાંથી ફિલ્મને હટાવી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જોરદાર મજાક ઉડાવી રહ્યા છે.

‘ધુરંધર’ ના વિરોધમાં કેમ બની આ ફિલ્મ?

ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) પાકિસ્તાનમાં બેન હોવા છતાં ત્યાં પાઇરેટેડ વર્ઝન દ્વારા ખૂબ જોવામાં આવી હતી. ખાસ કરીને ફિલ્મના બીજા ભાગમાં લ્યારી (કરાચી) વિસ્તારની જે છબી બતાવવામાં આવી હતી તેનાથી પાકિસ્તાની નાગરિકો નારાજ થયા હતા. લ્યારીના લોકોનું માનવું હતું કે ભારતે તેમના શહેરની છબી ખરાબ કરી છે. આ જ છબી સુધારવા માટે પાકિસ્તાની નિર્માતાઓએ ‘મેરા લ્યારી’ બનાવી હતી, જેનો હેતુ લ્યારીની સકારાત્મક બાજુ બતાવવાનો હતો.

શું છે ‘મેરા લ્યારી’ ના ટીઝરમાં?

ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ કોઈ જાસૂસી કે આતંકવાદ પર આધારિત ફિલ્મ નથી, પરંતુ એક સ્પોર્ટ્સ ડ્રામા અને વિમેન સેન્ટ્રિક મૂવી છે. અબુ અલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં લ્યારીની છોકરીઓનો ફૂટબોલ પ્રત્યેનો પ્રેમ અને તેમના ઘરના રૂઢિચુસ્ત વાતાવરણ સામેનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. ફિલ્મમાં આયશા ઓમર અને દાનાનીર મોબીન જેવા જાણીતા કલાકારો હોવા છતાં ફિલ્મને જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નથી.

સોશિયલ મીડિયા પર ભારતીયોએ ખીલ્લી ઉડાવી

ફિલ્મ બોક્સ ઓફિસ પર ધબાય નમઃ થતા જ ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે ટીપ્પણીઓનો મારો ચલાવ્યો છે. એક યુઝરે લખ્યું, “પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ઇન્ડિયન આર્મી વચ્ચે બાળપણ જેવી લડાઈ ચાલી રહી છે.” અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “પોતાની ઈમેજ સુધારવાનો આ ત્રીજો પ્રયાસ છે, પણ તમારી ઈમેજ શું છે તે ભારત પહેલેથી જ નક્કી કરી ચૂક્યું છે.” ટીઝરમાં ભારત વિરોધી કંઈ ન હોવા છતાં ‘ધુરંધર’ સાથેની સરખામણીએ જ આ ફિલ્મને હાસ્યાસ્પદ બનાવી દીધી છે.

👉 આ સમાચાર વાચો:
Mouni Roy Suraj Nambiar Divorce Rumors। છૂટાછેડાની વાત સાંભળી મૌની રોયનો પિત્તો ગયો! સૂરજ નાંબિયાર સાથેના સંબંધોનું સત્ય જણાવતા ટીકાકારોની કરી બોલતી બંધ

Personality Rights Bollywood Stars AI અને ડીપફેકના યુગમાં ઓળખ બચાવવાની જંગ ૪ વર્ષમાં ૫૦ થી વધુ સેલેબ્સ પહોંચ્યા કોર્ટ, પર્સનાલિટી રાઇટ્સ મુદ્દે મોટો ટ્રેન્ડ
Aishwarya Rai Paris Fashion Week પેરિસ ફેશન વીકના રેમ્પ પર ઐશ્વર્યા રાયનો જાદુ કેન્ડલ જેનર સાથે ગ્લોબલ રનવે પર જબરદસ્ત વૉક, તસવીરો વાયરલ!
Sunita Ahuja On Govinda Komal Rani ‘તે જેના સાથે રહે ખુશ રહે’ ગોવિંદા અને કોમલના લાલબાગચા રાજા દર્શન વિવાદ પર સુનીતા આહુજાએ તોડ્યું મૌન!
Farah Khan Om Shanti Om Revelation ‘ઓમ શાંતિ ઓમ’ના સેટ પર આ એક્ટર આવતાં જ બેકાબૂ બની ભીડ શાહરૂખસલમાન પણ પડી ગયા હતા ઝાંખા, ફરાહ ખાનનો મોટો ખુલાસો!
Exit mobile version