News Continuous Bureau | Mumbai
એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નું ગીત ‘નાટુ નાટુ’ ભારત સહિત દુનિયાભરમાં ધૂમ મચાવી રહ્યું છે. જ્યારથી ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023માં ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સોંગ નાટુ નાટુ નું બિરુદ આપવામાં આવ્યું છે, ત્યારથી લોકો આ પેપી સોંગ પર ધૂમ મચાવતા પોતાને રોકી શક્યા નથી. હવે આ યાદીમાં પાકિસ્તાન ની જાણીતી અભિનેત્રી હાનિયા આમિરનું નામ પણ સામેલ થઈ ગયું છે.
હાનિયા આમિર નો વિડીયો થયો વાયરલ
ઈન્ટરનેટ પર એક વીડિયો અત્યારે જબરદસ્ત હેડલાઈન્સ બનાવી રહ્યો છે. ખૂબ જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ‘નાટુ નાટુ’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, હાનિયા એક લગ્નમાં હાજરી આપવા આવી હતી, જ્યાં તેણે નાટુ નાટુ ગીત પર શાનદાર ડાન્સ કરીને શો માં ચારચાંદ લગાવી દીધા હતા. ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ હાનિયા અને તેના ડાન્સની પ્રશંસા થઈ રહી છે.
નાટુ નાટુ એ જીત્યો ગ્લોબ એવોર્ડ
તમને જણાવી દઈએ કે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ 2023 પછી ‘નાટુ નાટુ’ ગીતે ઓસ્કર નોમિનેશનમાં પણ પોતાનું સ્થાન બનાવીને દેશની પ્રતિષ્ઠા વધારી છે. આ ગીતનો અદભૂત ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ, જો આપણે હાનિયા વિશે વાત કરીએ, તો તે પાકિસ્તાનની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. હાનિયા તેની એક્ટિંગની સાથે સુંદરતા માટે પણ જાણીતી છે. આ દિવસોમાં અભિનેત્રી ટીવી શો ‘મુઝે પ્યાર હુઆ થા’માં જોવા મળે છે.
