Site icon

પલક તિવારી ફરી આવી ચર્ચામાં, બોલિવૂડ ના આ અભિનેતા સાથે નો ડાન્સ વીડિયો થયો વાયરલ; જાણો વિગત , જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

ગુરૂવાર

 

પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે. તાજેતરમાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ ખાન સાથે સ્પોટ થયા બાદ બંનેના લિંકઅપના સમાચારે જોર પકડ્યું હતું. આ કારણે પલકની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ હતી.દરમિયાન, હવે આ સ્ટારકિડ ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. વાસ્તવમાં, પલક નો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવતા જ પલક ફરી એકવાર હેડલાઈન્સમાં આવી ગઈ છે.

 

આ વીડિયોમાં પલક બોલિવૂડ એક્ટર વરુણ ધવન સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. સામે આવેલા આ વીડિયોમાં પલક લાલ રંગના શોર્ટ શિમરી ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો સાથે જ એક્ટર વરુણ ધવન પણ બ્લુ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે. આ વીડિયોમાં બંને એકબીજા સાથે તાલમેલમાં ડાન્સ કરતા જોવા મળે છે.આ વીડિયો સામે આવતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સે વિવિધ અટકળો લગાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા માને છે કે વરુણ અને પલક એક નવા પ્રોજેક્ટ માટે સાથે આવ્યા છે. તેમજ, કેટલાક લોકોનું કહેવું છે કે વરુણ અને પલક મ્યુઝિક વીડિયોમાં સાથે જોવા મળવાના છે. જો કે આ વીડિયોનું સત્ય હજુ સામે આવ્યું નથી.

કંઈક આવી હતી હૃતિક રોશન અને સબા આઝાદ ની પેહલી મુલાકાત, ડિનર ડેટ પર કરી હતી આ વાતો! જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, પલક મનોરંજનની દુનિયામાં પ્રવેશી ચૂકી છે. તે પ્રખ્યાત સિંગર હાર્ડી સંધુના મ્યુઝિક વિડિયો બિજલી-બિજલીમાં જોવા મળી હતી. આ વીડિયોમાં તેણે પોતાની સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા હતા. આ ગીત પણ દર્શકોને પસંદ આવ્યું હતું. આ ગીતમાં દેખાઈ ત્યારથી પલક લોકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે.આ સિવાય તે જલ્દી જ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે પણ તૈયાર છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. વેસ્ટર્ન આઉટફિટમાં પલક જેટલી હોટ લાગે છે, એથનિક ડ્રેસમાં પણ એટલી જ સુંદર લાગે છે.

KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Dhurandhar 2 Update: ‘ધુરંધર 2’ વિશે ફેલાયેલા પાકિસ્તાન કનેક્શનના દાવા ખોટા! મુંબઈમાં શૂટિંગની અસલી સત્યતા અને રણવીરની ફિલ્મની રિલીઝ ડેટ જાણી લો
O Romeo Song Out: ‘’આશિકોં કી કોલોની’ માં શાહિદના ડાન્સે લગાવી આગ, પણ દિશા પટનીના લુકે ફેન્સને કર્યા નિરાશ; સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ
Exit mobile version