શ્વેતા તિવારીની (Shweta Tiwari) દીકરી પલક તિવારીના (Palak Tiwari) નવા ફોટોશૂટથી સોશિયલ મીડિયા (social media) પર ખળભળાટ મચી ગયો છે. આ તસવીરોમાં પલક તિવારીએ બ્લેક કલરનો ડ્રેસ (Black dress) પહેર્યો છે. તસવીરોમાં તે એટલી ગ્લેમરસ દેખાઈ રહી છે કે તસવીરો પરથી તમારી આંખો હટાવવી મુશ્કેલ થઈ જશે.
પલક તિવારીએ (Palak Tiwari) હાલમાં જ ટાઈટ ફિટિંગ ડ્રેસમાં તસવીરો શેર કરી છે. જેમાં તે સ્કર્ટ સાથે ક્રોપ ટોપ (Crop top) પહેરીને પોઝ આપી રહી છે. પલક એ ડીપ નેકલાઇન ટોપ પહેર્યું છે. જેની સ્વીટહાર્ટ નેકલાઇન અને ફુલ સ્લીવ તેને બોલ્ડ બનાવી રહી છે. સાથે જ આ ટોપનો બેકલેસ લુક પલકને ગ્લેમરસ (glamorous) બનાવી રહ્યો છે.
આ ડ્રેસ માં તેનું સ્લિમ ફિગરને (slim figure) ફ્લોન્ટ થઇ રહ્યું છે. પલકએ (Palak Tiwari) તેના મેકઅપથી આ ગ્લેમરસ આઉટફિટને વધુ ખાસ બનાવ્યો છે. તેને વાળ માં નીચી પોનીટેલ બનાવી છે. તેમજ આ લુક વિન્ગ્ડ આઈલાઈનર અને પિંક ન્યૂડ શેડ લિપસ્ટિક સાથે પૂર્ણ કરવામાં આવ્યો છે.
પલકે (Palak Tiwari) એક્સેસરીઝમાં માત્ર રાઉન્ડ શેપની ઈયરિંગ્સ પસંદ કરી છે. જેમાં તે ખુબજ સુંદર લાગી રહી છે.
તમને જણાવી દઈએ કે પલક (palak Tiwari) તેના ગીતના પ્રમોશન માટે તૈયાર છે. તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'મંગતા હૈ ત્રણ દિવસમાં રિલીઝ થવા જઈ રહી છે'.