Site icon

પલક તિવારીએ જણાવ્યું કેવું છે શાહરૂખના પુત્ર નું વ્યક્તિત્વ, આર્યન વિશે કહી આવી વાત

પલક તિવારી આ દિવસોમાં તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કી જાનને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન, તેણે સ્ટાર કિડ્સ સાથેની તેની મિત્રતા વિશે વાત કરી.

palak tiwari open up on shahrukh khan son aryan khan real personality

પલક તિવારીએ જણાવ્યું કેવું છે શાહરૂખના પુત્ર નું વ્યક્તિત્વ, આર્યન વિશે કહી આવી વાત

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવાની છે. જેના માટે પલક સતત હેડલાઇન્સમાં રહે છે. પલકનું નામ સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાન સાથે પણ જોડાઈ ચૂક્યું છે. હવે પલકે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના વ્યક્તિત્વ વિશે વાત કરી છે.

Join Our WhatsApp Community

 

આર્યન વિશે કહી આ વાત 

પલક તિવારી હાલમાં જ એક શોમાં પહોંચી હતી. જ્યાં તેને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિશે સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. તેને હોસ્ટ દ્વારા પૂછવામાં આવ્યું કે તે કેવા પ્રકારનો વ્યક્તિત્વ છે. જેના જવાબમાં પલક એ કહ્યું કે આર્યન તેના જેવો છે. તે દરેકનું હાર્દિક સ્વાગત કરે છે. દરેક સાથે વાત કરે છે.આર્યન ખાન વિશે વાત કરતાં પલક તિવારીએ કહ્યું કે તે ખૂબ જ સ્વીટ છે, પાર્ટીઓમાં તે દરેક સાથે ખૂબ જ પ્રેમથી વર્તે છે. આર્યન બધા સાથે વાત કરે છે, હાય હેલો કહે છે. પણ આ પછી આર્યન એક ખૂણો પકડીને બેસી જાય છે. તે એક શાંત વ્યક્તિ છે. તેઓ ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન એક સમાન છે. તેને સમજવું મુશ્કેલ અને આકર્ષક છે.

 

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ 

જણાવી દઈએ કે પલક સલમાન ખાનની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. આ ફિલ્મ 21 એપ્રિલે સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં પૂજા હેગડે અને સલમાન ખાનની જોડી જોવા મળશે. આ બંને સિવાય વેંકટેશ, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, અભિમન્યુ સિંહ, રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, શહનાઝ ગિલ અને વિનાલી ભટનાગર જેવા સ્ટાર્સ પણ ફિલ્મમાં જોવા મળશે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version