Site icon

Palak tiwari  : પલક તિવારી ને કદરૂપી રાખવા માતા શ્વેતા તિવારી કરતી હતી આ કામ, અભિનેત્રી એ જણાવ્યું તેની પાછળ નું કારણ

 પલક તિવારીએ જણાવ્યું કે તેનો કિશોરાવસ્થાનો સમય ખૂબ જ ખરાબ હતો અને તેની માતાએ તેનું જીવન આઘાતજનક બનાવી દીધું હતું.

palak tiwari reveals her mother shweta tiwari cut her hair so that she look uglier

palak tiwari reveals her mother shweta tiwari cut her hair so that she look uglier

News Continuous Bureau | Mumbai

Palak tiwari : શ્વેતા તિવારી ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે, તેણે પોતાની સીરિયલ ‘કસૌટી જિંદગી કી’’થી લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. અને હવે તેમની પુત્રી પલક તિવારી સતત હેડલાઇન્સમાં છવાયેલી રહે છે. માતા અને પુત્રી બંને એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. હાલમાં જ પલક તિવારીએ તેની માતા વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પલક જણાવે છે કે કિશોરાવસ્થાના દિવસોમાં તેની માતા તેને કદરૂપી રાખતી હતી જેથી તે કોઈને ડેટ ન કરી શકે.

Join Our WhatsApp Community

પલક તિવારી એ કર્યો શ્વેતા તિવારી વિશે ચોંકાવનારો ખુલાસો

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પલક તિવારીએ જણાવ્યું હતું કે તેનો ટીનેજ સમય ઘણો ખરાબ હતો અને તેની માતાએ તેનું જીવન આઘાતજનક બનાવી દીધું હતું. પલકના કહેવા પ્રમાણે, તેની સૌથી મોટી સમસ્યા એ હતી કે તે ઘણું જૂઠું બોલતી હતી અને લોકો તેને પકડી લેતા હતા. પલકે તેની માતા ની વાત યાદ કરી અને કહ્યું , ‘તું જૂઠું બોલવાની પરેશાન કેમ કરે છે? તું બે કલાકમાં પકડાઈ જઈશ.’ તેણે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે 15 કે 16 વર્ષની હતી ત્યારે તેનો એક બોયફ્રેન્ડ હતો જેની સાથે તે મોલમાં જતી હતી. વધુ ખુલાસો કરતા પલક એ પણ જણાવ્યું કે તેની માતા તેના પર ખૂબ ગુસ્સે રહેતી હતી. મજાની વાત એ હતી કે મારી મા કહેતી હતી કે હું તને ગામડે મોકલીશ, તારા વાળ કપાવી દઈશ. જ્યારે હું નાની હતી, ત્યારે તેને કદરૂપી બનાવવા માટે મારા વાળ પણ કાપી નાખ્યા જેથી હું કોઈને ડેટ ન કરી શકું.’

આ સમાચાર પણ વાંચો : Nashik Crime: નાસિકમાં વાહન તોડફોડના મામલે…નાસિક પોલીસે આરોપીઓનું જાહેર રસ્તે સરઘસ કાઢ્યું…. જુઓ વિડીયો

પલક તિવારી નું વર્ક ફ્રન્ટ

પલક એ હાર્ડી સંધુના મ્યુઝિક આલ્બમ ‘બિજલી બિજલી’ થી સ્ક્રીન પર ડેબ્યુ કર્યું હતું, જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી. અભિનેત્રીએ આ વર્ષની શરૂઆતમાં સલમાન ખાન સ્ટારર ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. શહનાઝ ગિલ, રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમે પણ આ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જો કે, આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી અને બોક્સ ઓફિસ પર પણ ફ્લોપ રહી.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version