News Continuous Bureau | Mumbai
Main atal hoon: પંકજ ત્રિપાઠી ની ફિલ્મ મેં અટલ હું 19 જાન્યુઆરી એ રિલીઝ થવાની છે. એક તરફ અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી ચાલી રહી છે ત્યાં ફિલ્મ નું ગીત રામ ધૂન રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત સાંભળી લોકો ના રુવાડા ઉભા થઇ ગયા છે. લોકો ગીત સાંભળી ને રામ ભક્તિ માં લીન થઇ રહ્યા છે. કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવેલું આ ગીત હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
રામ ધૂન ગીત થયું રિલીઝ
પંકજ ત્રિપાઠીએ ‘રામ ધૂન’ ગીત સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. તેણે લખ્યું- ‘જબ ધૂનકી લાગી રામ નામ કી ભૂલ ગયા સબ કામ .’ ‘રામ ધૂન’ ગીતને કૈલાશ ખેરે પોતાનો અવાજ આપ્યો છે. કૈલાશ આ ગીતના ગીતકાર અને સંગીતકાર પણ છે.
રામ ધૂન ગીત યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. તમે તેને જોઈ અને સાંભળી પણ શકો છો.
પંકજ ત્રિપાઠી ની ફિલ્મ મેં અટલ હું 19 જાન્યુઆરી એ સિનેમાઘરો માં રિલીઝ થશે. આ ફિલ્મ માં પંકજ ત્રિપાઠી એ ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેયી ની ભૂમિકા ભજવી છે.
આ સમાચાર પણ વાંચો : Arbaaz khan: શૂરા સાથે લગ્ન થતા જ અરબાઝ ખાને પહેલી પત્ની મલાઈકા અરોરા સાથે તોડ્યા બધા સંબંધ, સોશિયલ મીડિયા પર પહેલું કર્યું આ કામ