Site icon News Continuous Bureau | Mumbai

Pankaj tripathi: રિતિક રોશન ની આ ફિલ્મ નો ભાગ હતો પંકજ ત્રિપાઠી, 19 વર્ષ બાદ અભિનેતા એ કર્યો ખુલાસો

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી હાલમાં ફિલ્મ ફુકરે 3 ને લઇ ને ચર્ચામાં છે. તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. હવે અભિનેતા એ જણાવ્યું કે તેણે રિતિક રોશનની ફિલ્મ 'લક્ષ્ય'માં કામ કર્યું હતું પરંતુ તેના સીન ડિલીટ કરી દેવામાં આવ્યા હતા.

pankaj tripathi revealed he was a part of hrithik roshan-lakshya

pankaj tripathi revealed he was a part of hrithik roshan-lakshya

News Continuous Bureau | Mumbai 

Pankaj tripathi: પંકજ ત્રિપાઠી એ પોતાના દમદાર અભિનય થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં આગવી ઓળખ ઉભી કરી છે.  બે વખત નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા પંકજે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ઘણા મોટા ખુલાસા કર્યા છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું કે તે 19 વર્ષ પહેલા રીલીઝ થયેલી રિતિક રોશનની ફિલ્મ લક્ષ્ય નો પણ એક ભાગ હતો, પરંતુ અંતિમ એડિટમાં તેના સીન કાપવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

 

પંકજ ત્રિપાઠી એ કર્યું હતું રિતિક રોશન ની ફિલ્મ લક્ષ્ય માં કામ 

હાલ માં એક મીડિયા હાઉસ સાથે વાત કરતા અભિનેતાએ કહ્યું, “જ્યારે સમાચારપત્રમાં સમાચાર પ્રકાશિત થયા કે હું લક્ષ્યમાં છું, ત્યારે મને ખરાબ લાગ્યું, કારણ કે જે લોકો અખબાર વાંચે છે અને પછી મને ફિલ્મમાં ના જોતા , તેઓએ વિચાર્યું હશે કે. હું ખોટું બોલ્યો છું.” સિનેમા એ જૂઠ છે, અમે વાર્તા બનાવીએ છીએ અને સ્ક્રીન પર બતાવીએ છીએ, પરંતુ હું વાસ્તવિક જીવનમાં ખોટું બોલવાનું ટાળું છું. અખબારમાં બિહારનો લાલ દેખાશે પણ તસવીરમાં બિહારનો લાલ નથી.”

આ સમાચાર પણ વાંચો : shahrukh khan and suhana khan: પિતા શાહરુખ ખાન સાથે મોટા પડદા પર ડેબ્યુ કરશે સુહાના ખાન, આ દિવસે થશે ફિલ્મનું શૂટિંગ શરૂ

પંકજ ત્રિપાઠી એ ફુકરે 2 વિશે પણ કરી હતી વાત 

પંકજ ત્રિપાઠીએ કહ્યું કે તેણે એક વિતરકને કહેતા સાંભળ્યા છે કે હવે તમે માર્કેટેબલ ચહેરો બની ગયા છો. અભિનેતાએ એ પણ શેર કર્યું કે કેવી રીતે તેને ‘ફુકરે 2’ ના પોસ્ટરમાં શામેલ કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું, “મને ક્યારેય લોન્ચ કરવામાં આવ્યો નથી અને મુંબઈમાં મારો કોઈ ગોડફાધર કે દુશ્મન નથી. ફુકરે 2 ના પોસ્ટર પર, તેઓએ મુખ્ય કલાકારો સાથે વાઘની તસવીર મૂકી હતી. મેં તેમને કહ્યું, ‘આ એક VFX ટાઈગર છે, તેને કરિયર નથી બનાવવાનું પણ મારે બનાવવાનું છે. તમે વાઘને બદલે મારી તસવીરનો ઉપયોગ કરી શક્યા હોત, પણ આ સફર છે. તેમાં સમય મહત્વની ભૂમિકા ભજવે છે.”

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version