Site icon News Continuous Bureau | Mumbai

Param Sundari: રિલીઝ પહેલા જ પરમ સુંદરી ની મુશ્કેલી વધી, ફિલ્મમેકર્સ સામે FIR ની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

Param Sundari: સિદ્ધાર્થ અને જાહ્નવી ની ફિલ્મ પરમ સુંદરી તેની રિલીઝ પહેલા જ કાનૂની દાવપેચ માં ફસાઈ શકે છે. આ ફિલ્મ માં તેમના ચર્ચમાં ફ્લર્ટ કરવાના સીન પર ઈસાઈ સમુદાયે વાંધો ઉઠાવ્યો છે.

Param Sundari FIR Demanded Against Makers

Param Sundari FIR Demanded Against Makers

News Continuous Bureau | Mumbai

Param Sundari: સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’ (Param Sundari)ના ટ્રેલરમાં દર્શાવાયેલ ચર્ચ  સીન પર ઈસાઈ સમુદાયે ગંભીર વિરોધ નોંધાવ્યો છે. ટ્રેલરમાં બંને કલાકારો ચર્ચ ની અંદર ફ્લર્ટ કરતા જોવા મળે છે, જેને લઈને વૉચડૉગ ફાઉન્ડેશન દ્વારા CBFC, મુંબઈ પોલીસ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને ચિઠ્ઠી લખવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Saare Jahan Se Accha: સારે જહાં સે અચ્છા’ OTT પર થઇ રિલીઝ, દર્શકોના રિએક્શન થી જાણો પ્રતીક ગાંધી ની સિરીઝ હિટ છે કે ફ્લોપ?

ફિલ્મમેકર્સ સામે કાયદેસર કાર્યવાહીની માંગ

ફાઉન્ડેશનના એડવોકેટ એ જણાવ્યું કે, આ સીન ઈસાઈ સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. તેમણે કહ્યું કે, ભારતના કાયદા મુજબ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે. તેમણે ‘સિનેમેટોગ્રાફ અધિનિયમ, 1952’નો ઉલ્લેખ કરીને CBFCની જવાબદારી પણ યાદ અપાવી.ચિઠ્ઠીમાં જણાવાયું છે કે ચર્ચ એ પ્રાર્થનાનું પવિત્ર સ્થાન છે અને તેને ફિલ્મમાં ફ્લર્ટિંગ અથવા અશ્લીલ દૃશ્યો માટે ઉપયોગ કરવો યોગ્ય નથી. આ સીન માત્ર ધાર્મિક સ્થાનની પવિત્રતાનો અનાદર નથી, પણ ઈસાઈ સમુદાયની ભાવનાઓને પણ ઠેસ પહોંચાડે છે.


ફાઉન્ડેશન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ વિવાદિત સીન ફિલ્મમાંથી અને તેના પ્રમોશનલ વિડિઓઝમાંથી નહીં હટાવવામાં આવે તો તેઓ વિરોધ પ્રદર્શન કરશે. સાથે જ ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક અને કલાકારો સામે FIR નોંધાવવાની પણ માંગ કરવામાં આવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version