Site icon

The Taj Story: રિલીઝ પહેલા જ ફિલ્મ ધ તાજ સ્ટોરી પર થયો વિવાદ, દિગ્ગ્જ અભિનેતા પરેશ રાવલે આપી આવી સ્પષ્ટતા

The Taj Story: 31 ઓક્ટોબરે રિલીઝ થનારી ફિલ્મ 'ધ તાજ સ્ટોરી'ના પોસ્ટર બાદ વિવાદ ઊભો થયો, એક્ટરે ટ્વીટ કરીને કરી સ્પષ્ટતા

Paresh Rawal clarifies controversy around 'The Taj Story'

Paresh Rawal clarifies controversy around 'The Taj Story'

News Continuous Bureau | Mumbai

The Taj Story: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલ ની આગામી ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ (The Taj Story) હાલમાં ચર્ચામાં છે. તાજમહલ ના ઇતિહાસને લઈને ફિલ્મના પોસ્ટર બાદ વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે આ ફિલ્મને ‘પ્રોપેગાંડા’ કહીને ટિપ્પણી કરી હતી. જોકે, પરેશ રાવલ અને ફિલ્મના નિર્માતાઓએ સ્પષ્ટતા કરી છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક દાવા કરતી નથી અને માત્ર ઐતિહાસિક તથ્યો પર આધારિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Asia Cup 2025: ભારતે પાકિસ્તાનને હરાવી 9 મી વાર જીત્યો એશિયા કપ, અમિતાભ બચ્ચન અને અનુપમ ખેરે આ રીતે કરી ઉજવણી

ફિલ્મના પોસ્ટરથી ઊભો થયો વિવાદ

ફિલ્મના પોસ્ટરમાં પરેશ રાવલ તાજમહલના ગુંબજને ઉંચકતા જોવા મળે છે અને અંદર ભગવાન શિવ ની મૂર્તિ દેખાય છે. આ દૃશ્યને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ હતી કે ફિલ્મ તાજમહલને ‘તેજો મહાલય’ તરીકે રજૂ કરે છે. જોકે, નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક દાવા કરતી નથી અને માત્ર ઇતિહાસના અજાણ્યા પાસાઓને રજૂ કરે છે. પરેશ રાવલએ પોતાના X (Twitter) હેન્ડલ પર લખ્યું: “Disclaimer: ‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મના નિર્માતાઓ સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ કોઈ ધાર્મિક મુદ્દાઓ સાથે સંબંધિત નથી. ન તો આ ફિલ્મ દાવો કરે છે કે તાજમહલના અંદર શિવ મંદિર છે. આ ફિલ્મ માત્ર ઐતિહાસિક તથ્યો પર કેન્દ્રિત છે. અમે વિનંતી કરીએ છીએ કે તમે ફિલ્મ જુઓ અને પછી તમારી રાય બનાવો.”


‘ધ તાજ સ્ટોરી’ ફિલ્મમાં પરેશ રાવલ ઉપરાંત જાકિર હુસેન, અમૃતા ખાનવિલકર, સ્નેહા વાઘ અને નમિત દાસ  જેવા કલાકારો છે. ફિલ્મના લેખક અને દિગ્દર્શક તુષાર અમ્રિશ ગોયલ છે. આ ફિલ્મ 31 ઓક્ટોબર 2025ના રોજ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jaya Bachchan: જયા બચ્ચનનો જડબાતોડ જવાબ: ‘પાપારાઝી થી અગસ્ત્યનું કરિયર ખતમ નહીં થાય’, જાણો બિગ બી વિશે શું કહ્યું
Dhurandhar 2: ‘શું ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર તોડશે તમામ રેકોર્ડ? આર. માધવને વિદેશી ચાહકોના આ પ્લાન વિશે જણાવી બધાને ચોંકાવ્યા
Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Exit mobile version