ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
બોલિવુડના સુપરહિટ ઍક્ટરમાંથી એક એવા પરેશ રાવલના મૃત્યુની અફવા ઊડી. સોશિયલ મીડિયા પર આ અફવા એવી વાયરલ થઈ ગઈ કે લોકો શંકા-કુશંકા કરવા માંડ્યા. આખરે પરેશ રાવલે પોતે આ અફવાનું ખંડન કર્યું. જોકે તેમણે અફવાનો મજાકિયો જવાબ આપ્યો.
વાત એમ હતી કે પરેશ રાવલના ફોટોગ્રાફ સાથે એમ લખવામાં આવ્યું કે પરેશભાઈ સવારે સાત વાગ્યે આપણને છોડીને ચાલ્યા ગયા છે. જવાબમાં પરેશ રાવલે લખ્યું કે માફ કરજો હું સાત વાગ્યા પછી સૂઈ ગયો હતો.
હવે સંજય ગાંધી નૅશનલ પાર્ક, બોરિવલી ખાતે ડ્રાઇવ-ઇન વેક્સિનેશન સેન્ટર બનશે
ઉલ્લેખનીય છે કે અનેક સિનેસ્ટારના મૃત્યુના સમાચાર આવી રહ્યા છે અને એની સાથે જ અનેકનાં મૃત્યુની અફવા પણ ઊડી રહી છે. આ પરિસ્થિતિમાં પરેશ રાવલના જવાબથી સોશિયલ મીડિયા પર એક અફવા પર બ્રેક લાગી ગઈ હતી.