News Continuous Bureau | Mumbai
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યા છે, આ વાતની પુષ્ટિ હવે તેમના એક નજીકના મિત્રએ કરી છે. હાલમાં જ બંને લંચ અને ડિનર પર સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના લિંકઅપના સમાચારોનું બજાર ગરમ થઈ ગયું. જ્યારે એક ચેનલે રાઘવ ચઢ્ઢાને આ અંગે સવાલ કર્યો તો તેણે પણ હસતાં હસતાં જવાબ આપ્યો. સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ઘણી અટકળો પછી, નજીકના સૂત્રએ હવે આ અટકળોને સમર્થન આપ્યું છે.
પરિણીતી અને રાઘવ પહેલાથી જ મિત્રો છે
તાજેતરમાં જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈમાં બે વાર સાથે જોવા મળ્યા હતા. બંનેએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ તેમના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. હવે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં એક નજીકના સૂત્રએ પુષ્ટિ કરી છે કે રાઘવ અને પરિણીતી રિલેશનશિપમાં છે. સૂત્રએ ઉમેર્યું, “હા પરિણીતી અને રાઘવ ડેટિંગ કરી રહ્યા છે અને તે સંબંધમાં ખૂબ જ ખુશ છે. તેઓ એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. જો કે થોડા સમય પહેલા આ મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ હતી.
પરિણીતી અને રાઘવ ના શોખ પણ એક જ છે.
સૂત્રએ એમ પણ ઉમેર્યું હતું કે ‘પરિણીતી અને રાઘવ વચ્ચે ઘણી બાબતો સામ્ય છે, જેમાં મુખ્ય છે જીવનનો સંપૂર્ણ આનંદ માણવાની તેમની ઈચ્છા. પ્રવાસ અને ખાવામાં બંને ની ચોઈસ સરખી છે. બંને તેમના સંબંધોમાં ખૂબ જ સેફ સ્પેસ માં છે, તેથી સાથે બહાર ફરવામાં કોઈ સમસ્યા નથી. તેઓ ખરેખર તેમના જીવનના નવા તબક્કાનો આનંદ માણી રહ્યા છે.’પરિણીતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અને રાઘવ ચઢ્ઢા પણ ઇકોનોમિક્સ બેકગ્રાઉન્ડ માંથી છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.
