Site icon News Continuous Bureau | Mumbai

પરિણીતી ચોપરા કરી રહી છે રાઘવ ચઢ્ઢાને ડેટ, નજીકના મિત્રએ કર્યો ખુલાસો

પરિણીતી ચોપરા અને AAP નેતા રાઘવ ચઢ્ઢાની જૂની મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. તેમના નજીકના એક સૂત્રએ આ વાતની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બંને ખૂબ જ ખુશ છે અને આ ફેઝ એન્જોય કરી રહ્યાં છે.

parineeti chopra and raghav chadha are dating confirms a close source

પરિણીતી ચોપરા કરી રહી છે રાઘવ ચઢ્ઢાને ડેટ, નજીકના મિત્રએ કર્યો ખુલાસો

News Continuous Bureau | Mumbai

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ડેટિંગ કરી રહ્યા છે, આ વાતની પુષ્ટિ હવે તેમના એક નજીકના મિત્રએ કરી છે. હાલમાં જ બંને લંચ અને ડિનર પર સાથે જોવા મળ્યા હતા. આ પછી તેમના લિંકઅપના સમાચારોનું બજાર ગરમ થઈ ગયું. જ્યારે એક ચેનલે રાઘવ ચઢ્ઢાને આ અંગે સવાલ કર્યો તો તેણે પણ હસતાં હસતાં જવાબ આપ્યો. સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા ઘણી અટકળો પછી, નજીકના સૂત્રએ હવે આ અટકળોને સમર્થન આપ્યું છે.

Join Our WhatsApp Channel

 

પરિણીતી અને રાઘવ પહેલાથી જ મિત્રો છે

તાજેતરમાં જ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા મુંબઈમાં બે વાર સાથે જોવા મળ્યા હતા. બંનેએ પાપારાઝી માટે પોઝ આપ્યા હતા. આ વીડિયો વાયરલ થતાં જ તેમના અફેરના સમાચાર પણ આવવા લાગ્યા હતા. હવે એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં એક નજીકના સૂત્રએ પુષ્ટિ કરી છે કે રાઘવ અને પરિણીતી રિલેશનશિપમાં છે. સૂત્રએ ઉમેર્યું, “હા પરિણીતી અને રાઘવ ડેટિંગ કરી રહ્યા છે અને તે સંબંધમાં ખૂબ જ ખુશ છે. તેઓ એકબીજાને ઘણા લાંબા સમયથી ઓળખે છે. જો કે થોડા સમય પહેલા આ મિત્રતા સંબંધમાં બદલાઈ ગઈ હતી.

પરિણીતી અને રાઘવ ના શોખ પણ એક જ છે. 

સૂત્રએ એમ પણ ઉમેર્યું હતું કે ‘પરિણીતી અને રાઘવ વચ્ચે ઘણી બાબતો સામ્ય છે, જેમાં મુખ્ય છે જીવનનો સંપૂર્ણ આનંદ માણવાની તેમની ઈચ્છા. પ્રવાસ અને ખાવામાં બંને ની ચોઈસ સરખી છે. બંને તેમના સંબંધોમાં ખૂબ જ સેફ સ્પેસ માં છે, તેથી સાથે બહાર ફરવામાં કોઈ સમસ્યા નથી. તેઓ ખરેખર તેમના જીવનના નવા તબક્કાનો આનંદ માણી રહ્યા છે.’પરિણીતી ઇન્વેસ્ટમેન્ટ બેન્કર રહી ચૂકી છે. રિપોર્ટ્સ અનુસાર તેણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અને રાઘવ ચઢ્ઢા પણ ઇકોનોમિક્સ બેકગ્રાઉન્ડ માંથી છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે.

Bollywood Extortion Threat બોલિવૂડમાં દહેશત 50 થી વધુ હસ્તીઓને મળી ધમકી, લોરેન્સ ગેંગના નામે ઉઘરાણી કરનાર આરોપી ઝડપાયો
Tiger Shroff Firing Investigation કરનાલથી મુંબઈ સુધીનું હવાલાUPI નેટવર્ક બેનકાબ, બિશ્નોઈ ગેંગે શૂટર્સને ફંડિંગ પૂરું પાડવા રિક્ષાચાલકોના બેંક એકાઉન્ટ્સનો કર્યો ઉપયોગ
Ramayana Sunny Deol Hanuman Look ‘રામાયણ’ ના અંતિમ સીનમાં જોવા મળી ‘હનુમાન’ બનેલા સની દેઓલની પહેલી ઝલક સિનેમાઘરોમાં દર્શકો થયા ભાવવિભોર
Lawrence Bishnoi Gang Impersonator Arrested લૉરેન્સ બિશ્નોઈ ગેંગના નામે બોલિવૂડ કલાકારો પાસેથી ₹૫ કરોડની ખંડણી માંગનાર IIT ગ્રેજ્યુએટ એન્જિનિયર બેંગલુરુથી ઝડપાયો
Exit mobile version