Site icon

Parineeti chopra: પરિણીતી ચોપરા ની ચુડા સેરેમનીની તસવીર આવી સામે, અભિનેત્રી ના મનમોહક સ્મિતે લૂંટી લીધું ચાહકો નું દિલ

Parineeti chopra: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે.લગ્ન બાદ આ કપલના લગ્ન સાથે જોડાયેલા વિડીયો અને તસવીરો સતત સામે આવી રહ્યા છે.આ દરમિયાન હવે પરિણીતી ની ચૂડા સેરેમનીની તસવીર સામે આવી છે.

parineeti chopra chooda ceremony unseen photo viral

parineeti chopra chooda ceremony unseen photo viral

News Continuous Bureau | Mumbai

Parineeti chopra: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ 24 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં લગ્ન કર્યા છે. કપલ ના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થયા હતા, જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.. આ રોયલ લગ્નના વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એક પછી એક આવા વીડિયો સામે આવી રહ્યા છે જે ચાહકોનું દિલ જીતી રહ્યા છે. દરમિયાન, તાજેતરમાં પરિણીતીની ચૂડા સેરેમનીની એક તસવીર સામે આવી છે, જેને તેની કાકી એટલે કે પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ શેર કરી છે.

Join Our WhatsApp Community

 

વાયરલ થઇ પરિણીતી ની ચુડા સેરેમની ની તસવીર

સામે આવેલી તસવીર માં  પરિણીતી પીળા રંગનો સલવાર સૂટ પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન પરિણીતી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. તેમજ મિનિમલ મેકઅપ સાથે પરિણીતી નું હાસ્ય  તેને ખૂબ જ સુંદર બનાવતું હતું.આ ફોટામાં પરિણીતી તેની કલીર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

પરિણીતી અને રાઘવ ના લગ્ન 

પરિણીતી અને રાઘવ ના લગ્ન માં બન્ને નો આખો પરિવાર હાજર હતો. બન્ને એ ધામધૂમ થી અને રોયલ અંદાજ માં એક બીજા સાથે સાત ફેરા લીધા હતા. પરિણીતી અને રાઘવ ના લગ્ન માં બોલિવૂડ થી લઇ ને રાજનેતા સહિત ની મોટી હસ્તીઓ એ હાજરી આપી હતી.પરંતુ જેની સૌથી વધુ રાહ જોવાઈ રહી હતી તેણે હાજરી આપી ન હતી. જે હતી પરિણીતી ની બહેન પ્રિયંકા ચોપરા. વાસ્તવમાં પ્રિયંકા કામના કારણે લગ્નમાં હાજર રહી શકી ન હતી.

આ  સમાચાર પણ વાંચો : Parineeti chopra: રાઘવ ના પ્રેમ માં ડૂબેલી જોવા મળી પરિણીતી ચોપરા, અભિનેત્રી એ શેર કરી તેના લગ્ન ની ખાસ પળ, જુઓ વિડીયો

 

KBC 17: KBCના સેટ પર મનોજ બાજપેયીએ કેમ કહ્યું – ‘અમિતાભ બચ્ચને મારી જાન લઈ લીધી’? ફેન્સ આશ્ચર્યમાં!
Varanasi: રાજામૌલીની ફિલ્મ ‘વારાણસી’માં પૌરાણિક કથા અને ટાઈમ ટ્રાવેલનું મિશ્રણ, બજેટ જાણીને તમને પણ લાગશે ઝટકો!
Tiger Shroff: ટાઈગર શ્રોફની રામ માધવનીની સ્પિરિચ્યુઅલ એક્શન થ્રિલરમાં થઇ એન્ટ્રી, જાપાનમાં થશે શૂટિંગ
Pankaj Tripathi Daughter Debut : અભિનય ની દુનિયા માં વધુ એક સ્ટારકિડ ની એન્ટ્રી, પંકજ ત્રિપાઠી ની દીકરી કરશે આ પ્રોજેક્ટ થી ડેબ્યુ!
Exit mobile version