News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા આ દિવસોમાં તેની ફિલ્મી કરિયર કરતા વધુ તેના અંગત જીવનના કારણે ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના નેતા અને પંજાબના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે પરિણીતી ચોપરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે, જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યાં છે કે બંને રિલેશનશિપમાં છે. બે દિવસ પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ડિનર પર જોવા મળ્યા હતા. જે બાદ ગઈકાલે પણ બંનેએ સાથે લન્ચ કર્યું હતું. પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા બંને હાલમાં સિંગલ છે, આવી સ્થિતિમાં તેમના સંબંધોની ચર્ચા આગ તરફ ફેલાઈ રહી છે.
ડિનર પર સાથે જોવા મળ્યા હતા પરિણીતી અને રાઘવ
પરમ દિવસે સાંજે મુંબઈમાં યોજાયેલી આ મુલાકાત માટે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી બંનેએ સફેદ શર્ટ પહેર્યા હતા. બંનેના કલર કોર્ડિનેટેડ કપડા પહેરવાથી ડેટિંગના સમાચારને હવા મળી રહી છે. જો કે, અત્યારે આ માત્ર અહેવાલો છે, આ સમાચાર પર કોઈની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આવી સ્થિતિમાં કંઈપણ કહેવું વહેલું ગણાશે, પરંતુ બંનેની તસવીરો જોઈને ફેન્સ એક જ વાત કરી રહ્યા છે.
ડિનર બાદ લન્ચ પર પણ સાથે જોવા મળ્યા પરિણીતી અને રાઘવ
પરિણીતી ચોપરા ગઈકાલે મુંબઈની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. જ્યાં પરિણીતી બ્લેક આઉટફિટમાં સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ પરિણીતી અને રાઘવને રેસ્ટોરન્ટની બહાર જોયા ત્યારે તેઓએ કેમેરા સામે એકસાથે પોઝ આપ્યો ન હતો. પરિણીતી ચોપરા અને ‘આમ આદમી પાર્ટી’ના નેતા રાઘવ ચઢ્ઢાની તસવીરો અને વીડિયો પર કોમેન્ટ કરીને ચાહકો બંને રિલેશનશિપમાં હોવાની વાત કરી રહ્યા છે. જો કે હજુ સુધી આ મામલે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
AAP Leader Raghav Chadha & Actor Parineeti Chopra spotted together at a restaurant in Mumbai, they went for dinner last night too. #RaghavChadha #ParineetiChopra pic.twitter.com/5QH6uhOzU1
— Namrata Dubey (@namrata_INDIATV) March 23, 2023
પરિણીતી અને રાઘવ વચ્ચેનું કનેક્શન
ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા બંને સિંગલ છે. આટલું જ નહીં બંને વચ્ચેનું જોડાણ ઘણું જૂનું છે. કેવી રીતે? તો એવું છે કે રાઘવ અને પરિણીતી બંનેએ બ્રિટનમાં અભ્યાસ કર્યો છે. આવી સ્થિતિમાં બધા કહે છે કે રાઘવ અને પરિણીતી પહેલેથી જ એકબીજાના સંપર્કમાં હશે.