Site icon

શાહરુખ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી ગાડી, કિંમત જાણીને તમે ચોંકી જશો

નિષ્ણાતોના મતે શાહરૂખ ખાનની નવી રોલ્સ રોયસની કિંમત લગભગ 8.2 કરોડ રૂપિયા છે. અને કસ્ટમાઇઝ કર્યા પછી તેની કિંમત 10 કરોડ થઇ જાય છે. હાલમાં આ કાર ભારતની સૌથી મોંઘી કાર છે.

pathaan actor shah rukh khan new car rolls royce cullinan black badge

શાહરુખ ખાને ખરીદી ભારતની સૌથી મોંઘી ગાડી, કિંમત જાણીને તમે ચોંકી જશો

News Continuous Bureau | Mumbai

પઠાણની શાનદાર સફળતા બાદ શાહરૂખ ખાને સાબિત કરી દીધું છે કે તે બોલિવૂડનો અસલી બાદશાહ છે. અભિનય સિવાય શાહરૂખ પોતાની લક્ઝરી લાઈફ માટે પણ ખૂબ જ ફેમસ છે. તેની પાસે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડીઝ જેવા મોંઘા વાહનોનું અદ્ભુત કલેક્શન છે. હવે આ લિસ્ટમાં વધુ એક કારનું નામ જોડાયું છે.

Join Our WhatsApp Community

 

શાહરુખ ખાને ખરીદી ભારત ની સૌથી મોંઘી ગાડી 

કિંગ ખાન હાલમાં જ પોતાના ઘરે રોલ્સ રોયસ કુલીનન બ્લેક બેજ લાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કારની શોરૂમ કિંમત લગભગ 8 કરોડ 20 લાખ રૂપિયા છે. તેમજ તેને કસ્ટમાઇઝ કર્યા પછી, તેની કિંમત 10 કરોડની નજીક પહોંચી જાય છે. આ કારને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.હાલમાં આ કાર ભારતની સૌથી મોંઘી કાર છે.આ ક્લિપમાં આ કાર મન્નતની અંદર જતી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે શાહરૂખ કોઈ લક્ઝરી આઈટમના કારણે લાઇમલાઈટમાં આવ્યો હોય. અગાઉ તેના કાંડા પર ઘડિયાળ જોવા મળી હતી. ઘણા અહેવાલોમાં તેની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

શાહરુખ ખાન ની ફિલ્મે તોડ્યો બાહુબલી2 નો રેકોર્ડ 

નોંધપાત્ર વાત એ છે કે ‘પઠાણ’ની સફળતા બાદ આ દિવસોમાં શાહરૂખના સ્ટાર્સ આસમાન માં છે. તાજેતરમાં તેની ફિલ્મ ‘બાહુબલી 2’ ને પાછળ છોડીને સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ પછી ચાહકો તેની ફિલ્મ ‘જવાન’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version