Site icon News Continuous Bureau | Mumbai

‘રામાયણ’ માં રાવણ માટે પહેલી પસંદ નહોતા અરવિંદ ત્રિવેદી, પછી આ રીતે બન્યા ‘લંકેશ’

અરવિંદ ત્રિવેદીએ રામાનંદ સાગરની 'રામાયણ'માં રાવણની ભૂમિકા ભજવી હતી. પરંતુ, સેટ પર હાજર દરેક લોકો રામાનંદ સાગરને અમરીશ પુરીને રાવણ બનાવવાની માંગ કરી રહ્યા હતા. એ પછી શું થયું? ચાલો જાણીએ.

people wanted to see amrish puri as ravana then how did arvind trivedi become lankesh

'રામાયણ' માં રાવણ માટે પહેલી પસંદ નહોતા અરવિંદ ત્રિવેદી, પછી આ રીતે બન્યા ‘લંકેશ’

News Continuous Bureau | Mumbai

80ના દાયકામાં ટેલિકાસ્ટ થયેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ વિશે લોકો આજે પણ વાંચવાનું પસંદ કરે છે. આજે અમે તમને રામાયણની સ્ટારકાસ્ટ સાથે જોડાયેલી એક અનોખી વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ. આ વાર્તા અરવિંદ ત્રિવેદી સાથે સંબંધિત છે, જે એક વિશાળ વ્યક્તિત્વ અને બુલંદ અવાજ ધરાવતા અભિનેતા છે. જો કે રામાનંદ સાગરની ‘રામાયણ’માં અરવિંદ ત્રિવેદીએ રાવણનો રોલ કર્યો હતો, પરંતુ રાવણના રોલ માટે તેઓ પહેલી પસંદ નહોતા.

Join Our WhatsApp Channel

 

આ પાત્ર માટે ઓડિશન આપવા ગયા હતા અરવિંદ ત્રિવેદી 

અરવિંદ ત્રિવેદીએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના કાસ્ટિંગની વાર્તા કહી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું ગુજરાતમાં થિયેટર કરતો હતો. એક દિવસ મને ખબર પડી કે રામાનંદ સાગર જી ‘રામાયણ’ ના પાત્રો ની કાસ્ટિંગ કરી રહ્યા છે.  મેં મારો સામાન ઉપાડ્યો અને ઓડિશન આપવા ગુજરાતથી મુંબઈ ગયો. જો કે હું કેવટનો રોલ કરવા માંગતો હતો પરંતુ મને રાવણનો રોલ મળ્યો. સાચું કહું તો રાવણના રોલ માટે હું પહેલી પસંદ નહોતો.”

 

આ રીતે મળ્યો અરવિંદ ત્રિવેદી ને રાવણ નો રોલ 

અરવિંદ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, “દરેક જણ ઇચ્છતા હતા કે એક્ટર અમરીશ પુરી ‘રામાયણ’માં રાવણનો રોલ કરે. પરંતુ, જ્યારે હું કેવટના રોલ માટે ઓડિશન આપીને બહાર આવ્યો ત્યારે મારી બોડી લેંગ્વેજ અને એટીટ્યુડ જોઈને રામાનંદ સાગરજીએ કહ્યું, ‘મને મારી વાત સમજાઈ ગઈ. રાવણ.” અરુણ ગોવિલ અને આખી ટીમે રામાનંદ સાગર જીને કહ્યું હતું કે અભિનેતા અમરીશ પુરી આ રોલ માટે સંપૂર્ણ રીતે ફિટ છે. પરંતુ, રામાનંદ સાગરજીએ મારા અવાજને કારણે મને રાવણનો રોલ કરવાની તક આપી.’

Dulquer Salmaan Aakasamlo Oka Tara પવન સાદિનેની દિગ્દર્શિત ‘AOT’ નું ઓફિશિયલ ટીઝર આઉટ; આ તારીખે વિશ્વભરમાં થશે રિલીઝ
Neha Sharma Legal Action AI Content પરવાનગી વિના એઆઈ કન્ટેન્ટ બનાવનારા સામે નેહા શર્માની કડક ચેતવણી ‘ફેક એકાઉન્ટ પાછળ છુપાઈને નહીં બચી શકાય’, કાનૂની કાર્યવાહીની તૈયારી
Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Exit mobile version