Site icon News Continuous Bureau | Mumbai

PM Modi anupma: વોકલ ફોર લોકલ ના અભિયાન માટે પીએમ મોદીએ લીધો ‘અનુપમા’ નો સહારો, વિડીયો શેર કરી દેશવાસીઓ ને કરી ખાસ અપીલ

PM Modi anupama: દર્શકો બાદ હવે PM નરેન્દ્ર મોદી પણ અનુપમા ના ફેન બની ગયા છે. પીએમ મોદી એ અનુપમા ની સ્ટાર કાસ્ટ સાથે વોકલ ફોર લોકલ નો વિડીયો શેર કર્યો છે. તેમજ પીએમ મોદી એ એક સંદેશ પણ આપ્યો છે.

pm narendra modi shares vocal for local promotion video starring anupamaa

pm narendra modi shares vocal for local promotion video starring anupamaa

News Continuous Bureau | Mumbai

PM Modi anupama:દિવાળી નજીક આવી રહી છે. દેશભર માં દિવાળી ની તૈયારી ચાલી રહી છે.આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અનુપમા’ ની સ્ટાર કાસ્ટ એટલે કે અનુપમા, અનુજ, ડિમ્પી અને છોટી અનુ નો એક અદ્ભુત વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ વોકલ ફોર લોકલ નો પ્રચાર કરતા જોવા મળે છે. પીએમ મોદીએ વોકલ ફોર લોકલ ના પ્રચાર માટે અનુપમાનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને દેશવાસીઓને ખાસ સંદેશ આપ્યો છે અને તેમને લોકલ માંથી સામાન ખરીદવાની પણ અપીલ કરી છે. .

Join Our WhatsApp Channel

 

 પીએમ મોદી એ શેર કર્યો વિડીયો 

પીએમ મોદી એ શેર કરેલા આ વિડીયો માં જોઈ શકાય છે કે, અનુપમા અને અનુજ વોકલ ફોર લોકલ ની વાત કરી રહ્યા છે. અને વોકલ ફોર લોકલ ને સપોર્ટ કરી રહ્યા છે. જેમાં ખરીદી માટે સ્થાનિક વસ્તુઓનો ઉપયોગ કરવાની વાત કરી રહ્યા છે. વીડિયોના અંતમાં વડાપ્રધાન મોદીનો અવાજ સંભળાય છે કે મિત્રો, આપણા તહેવારની પ્રાથમિકતા હોવી જોઈએ વોકલ ફોર લોકલ જેથી અમે આ અભિયાનને આગળ લઈ જઈ શકીએ’. આ સાથે.અનુપમા અને અનુજ ના આ વીડિયોને શેર કરીને પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘દેશભરમાં વોકલ ફોર લોકલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વોકલ વસ્તુઓ ખરીદીને આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે.’ 


અનુપમા ના વિડીયો ના અંત માં પીએમ મોદીએ એમ પણ કહ્યું છે કે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક એવા લોકોની તસવીરો શેર કરશે. જેમને લોકલ માંથી વસ્તુઓ ખરીદી હોય અને તે વસ્તુ ની ખરીદી કરતો કે તેના કારીગર સાથે તેમના મેડ ઈન ઇન્ડિયા ના મોબાઈલ થી લીધેલો ફોટો નમો એપ પર ડાઉનલોડ કરેલો હોય. આ એટલા માટે કે જેથી અન્ય લોકો પણ વોકલ ફોલ લોકલ ઝુંબેશમાં જોડાઈ શકે અને આ અભિયાનને પ્રોત્સાહન આપી શકે. 

આ સમાચાર પણ વાંચો : Sa Re Ga Ma Pa: સ્પર્ધક રિક બાસુના પફોર્મન્સ બાદ મિથુન દાનું હૃદયસ્પર્શી ઘટસ્ફોટ

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version