Site icon

Poonam pandey: પૂનમ પાંડે ને નિધન નું નાટક કરવું પડ્યું ભારે, અભિનેત્રી ની સાથે સાથે તેનો ભૂતપૂર્વ પતિ પણ આવ્યો ઝપેટમાં, બંને વિરુદ્ધ નોંધાયો આ કેસ

Poonam pandey: તાજેતરમાં જ પૂનમ પાંડે એ તેના નિધન ના નકલી સમાચાર ફેલાવ્યા હતા. આ તેને સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા કર્યું હતું. હવે આ નાટક તેને ભારે પડ્યું છે અભિનેત્રી અને તેના એક્સ હસબન્ડ સેમ બોમ્બે વિરુદ્ધ માનહાની નો કેસ નોંધાયો છે.

poonam pandey and her ex husband sam bombay fir defamation case fake death publicity

poonam pandey and her ex husband sam bombay fir defamation case fake death publicity

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: થોડા દિવસો પહેલા પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે, સર્વાઈકલ કેન્સર ના કારણે પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર ઇન્ડસ્ટ્રી શોક માં આવી ગઈ હતી. આ પોસ્ટ ના બીજા દિવસે પૂનમ પાંડે એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને જણાવ્યું જે તે જીવતી છે. અને તેને આ સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રી ની ખુબ આલોચના થઇ હતી. હવે પૂનમ પાંડે અને તેના ભૂતપૂર્વ પતિ સેમ બોમ્બે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મીડિયા રિપોર્ટ મુજબ મુંબઈના એક રહેવાસી એ બંને સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  National Creators Award 2024: સરકારે નવા યુગના પ્રભાવકો માટે જાહેરાત કરી ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’, PM મોદીએ કરીઆ અપીલ

 

પૂનમ પાંડે અને તેના ભૂતપૂર્વ પતિ સામે નોંધાયો કેસ 

ફૈઝાન અંસારી ની એફઆઈઆર માં જણાવ્યું છે કે, ‘પૂનમ પાંડે અને તેના પતિ સેમ બોમ્બેએ કેન્સર જેવી ગંભીર બીમારીની મજાક ઉડાવીને તેની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પૂનમ પાંડેએ આ સ્ટંટ પોતાની અંગત પ્રસિદ્ધિ માટે કર્યો હતો, જેમાં કરોડો ભારતીયો અને સમગ્ર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો વિશ્વાસ ને ધોકો મળ્યો.’ પૂનમ પાંડે કાનપુર ની રહેવાસી હોવાથી ફૈઝાને જણાવ્યું કે, ‘તે સિવિલ લાઇન્સ કાનપુર કોર્ટમાં પહોંચી રહ્યો છે અને પૂનમ અને તેના પતિ સેમ બોમ્બે વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છે, જેની એક નકલ તેણે કાનપુર પોલીસ કમિશનરને પણ આપી છે.’ આ ઉપરાંત ફૈઝાને તેની એફઆઈઆર કોપીમાં પૂનમ પાંડે સામે તાત્કાલિક ધરપકડ વોરંટ જારી કરવાની અપીલ પણ કરી છે.

 

Rajat Bedi in Don 3: ‘ડોન ૩’ કાસ્ટિંગ અપડેટ: રજત બેદી ની થઇ ફરહાન અખ્તર ની ફિલ્મ માં એન્ટ્રી! આ અભિનેતા નું લઇ શકે છે સ્થાન
Dhurandhar Box Office Record: બોક્સ ઓફિસનો નવો ‘ધુરંધર’: 28 દિવસથી કમાણીમાં સુનામી, બાહુબલી અને પઠાણના રેકોર્ડ્સ પણ જોખમમાં!
Dhurandhar Controversy: બોક્સ ઓફિસ હલાવનાર ‘ધુરંધર’ માં ફેરફારના અહેવાલથી ખળભળાટ: જાણો કેન્દ્ર સરકારે શું આપ્યો જવાબ
KBC 17: અમિતાભ બચ્ચનના ઘરે કેવું હોય છે વાતાવરણ? પૌત્ર અગસ્ત્ય નંદાએ ખોલ્યા ‘નાના-નાની’ ના રહસ્યો!
Exit mobile version