Site icon News Continuous Bureau | Mumbai

Poonam pandey: શું માત્ર એક અફવા છે પૂનમ પાંડે ના નિધન ના સમાચાર? અભિનેત્રી નો વાયરલ વિડીયો જોઈ લોકોના મનમાં ઉભા થયા અનેક સવાલો

Poonam pandey: ગઈકાલે પૂનમ પાંડે ના નિધન ના સમાચાર સામે આવ્યા હતા. અભિનેત્રી ના અચાનક નિધને લોકો ને ચોંકાવી દીધા હતા.લોકો અભિનેત્રી ના નિધન ને અફવા કહી રહ્યા છે આવી સ્થિતિ માં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે.

poonam pandey death news create many question

poonam pandey death news create many question

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: ગઈકાલે પૂનમ પાંડે ના નિધન ના સમાચાર આવ્યા હતા. પૂનમ પાંડેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે અભિનેત્રી નું મૃત્યુ સર્વાઇકલ કેન્સરને કારણે થયું છે. આ સમાચાર સામે આવતા જ ઇન્ડસ્ટ્રી ના લોકો અને ચાહકો ને આંચકો લાગ્યો હતો. હજુ સુધી એ જાણવા નથી મળ્યું કે પૂનમ પાંડેનું મૃત્યુ ક્યારે અને ક્યાં થયું તેમજ પૂનમ પાંડેના પરિવાર તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી. આ સંદર્ભ માં પૂનમ પાંડે ના પરિવાર નો સંપર્ક પણ થઇ શકતો નથી. તેમજ પૂનમ પાંડેનાનો મૃતદેહ ક્યાં છે અને તેના અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે આ એક ચર્ચા નો વિષય બન્યો છે. હવે અભિનેત્રી નોએક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈ ને લોકોના મનમાં અનેક સવાલો આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Heeramandi: સંજય લીલા ભણસાલી ની બહુ ચર્ચિત વેબ સિરીઝ હીરામંડી નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, ભવ્ય કોસ્ટ્યૂમ માં જોવા મળી સિરીઝ ની ગણિકા

 પૂનમ પાંડે નો વાયરલ વિડીયો 

પૂનમ પાંડે ના નિધન ના સસ્પેન્સ વચ્ચે અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, પૂનમ ખુશ જોવા મળી રહી છે તે મીડિયા પર્સન સાથે વાતચીત દરમિયાન કહી રહી છે કે “તમારી સામે આટલા મોટા સમાચાર આવવાના છે. મને લોકો ને સરપ્રાઈઝ આપવું બહુ ગમે છે. જ્યારે તેઓ સમજે છે, વિચારે છે કે તેણી સુધરી રહી છે, તે પછી મને સરપ્રાઈઝ આપવાનું ખુબ ગમે છે. તો બહુ જલ્દી તમારા માટે એક બહુ મોટા સમાચાર આવવાના છે.” એવું કહેવાય છે કે આ પૂનમ નો છેલ્લો ઇન્ટરવ્યૂ છે.


પૂનમ પાંડે નો આ વિડીયો જોઈ લોકો ના મન માં ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ કેવું સરપ્રાઈઝ છે’, બીજા એકે લખ્યું, ‘મને લાગે છે કે આ એક અફવા છે’, અન્ય એકે લખ્યું, ‘કેન્સરનો દર્દી આટલો સામાન્ય કેવી રીતે હોઈ શકે?’ આ રીતે લોકો ની પ્રતિક્રિયા સામે આવી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version